યુકેની બોર્ડર  અને ઇમિગ્રેશન સિસ્ટમને ડિજિટાઇઝ કરવાની યોજનાના ભાગરૂપે સરકારે યુકેમાં રહેતા અને પેપર પરના ઇમિગ્રેશન દસ્તાવેજોનો ઉપયોગ કરતા લાખો વિઝા ધારકોને મફતમાં મળતા ઇ વિઝા મેળવી લેવા વિનંતી કરી છે. નિર્બળ અને અસહાય વિઝા ધારકોને ઇ વિઝા મેળવવામાં મદદ મળી રહે તે માટે £4 મિલિયન સુધીનું અનુદાન ભંડોળ ઉપલબ્ધ કરાવાયું છે.

આ માટેની રાષ્ટ્રીય જાહેરાત ઝુંબેશ ઇ વિઝા મેળવવા અંગે જાગૃતિ વધારશે અને લોકોને ડિસેમ્બરમાં ઘણા ઇમિગ્રેશન દસ્તાવેજોની સમયસીમા સમાપ્ત થાય તે પહેલાં પગલાં લેવા પ્રોત્સાહિત કરશે.

યુકેમાં વર્ષોથી રહેતા છે અને તેમના અધિકારોને સાબિત કરવા માટે પેપર પર અપાયેલા ઇમિગ્રેશન દસ્તાવેજો, બાયોમેટ્રિક રેસિડન્સ પરમિટ (BRP), પાસપોર્ટ પર વિઝા સ્ટીકર અથવા શાહી સ્ટેમ્પ ધરાવતો પાસપોર્ટ (પ્રવેશ/ ILR ધરાવતા લોકો), અથવા બાયોમેટ્રિક રેસિડેન્સ કાર્ડ (BRC) ધરાવતા લોકોને gov.uk/eVisa પર જઇને ઇ વિઝા મેળવવા જણાવાયું છે.

માઇગ્રેશન અને સીટીઝનશીપ મિનિસ્ટર સીમા મલ્હોત્રાએ કહ્યું હતું કે “હું ખાતરી આપું છું કે જેમને જરૂર છે તેમને મફત સલાહ અને સમર્થન ઉપલબ્ધ છે. eVisa મેળવવાનું મફત અને સરળ છે, જે ગુમ કે ચોરાઈ શકતો નથી અથવા તેની સાથે છેડછાડ કરી શકાતી નથી. તેનાથી વિઝા ધારકોને તેમના ઈમિગ્રેશન અધિકારોને તાત્કાલિક અને સુરક્ષિત રીતે સાબિત કરવાની તક મળે છે.’’

માઈગ્રન્ટ હેલ્પ, સિટીઝન્સ એડવાઈસ સ્કોટલેન્ડ, વેલ્શ રેફ્યુજી કાઉન્સિલ અને એડવાઈસ NI આ માટે તાત્કાલિક, મફત મદદ કરશે. આ ઉપરાંત સમગ્ર યુકેમાં ફેલાયેલી ડઝનબંધ સામાજીક સંસ્થાઓ આગામી સપ્તાહોમાં સક્રિયપણે જોડાશે.

LEAVE A REPLY