
તણાવપૂર્ણ કેબિનેટ બેઠક, લેબર પાર્ટીમાં વધતા હોબાળા અને લેબર સાંસદોના વિરોધ પછી અપંગ લોકો માટેના બેનીફીટ – પર્સનલ ઇન્ડિપેન્ડન્ટ્સ પેયમેન્ટ્સ (Pip) લાભોમાં કાપ મૂકવાની વિવાદાસ્પદ યોજનાઓ પર રાખવા ડાઉનિંગ સ્ટ્રીટ યુ-ટર્ન લઇ શકે છે.
ડાઉનિંગ સ્ટ્રીટ અને ડિપાર્ટમેન્ટ ફોર વર્ક એન્ડ પેન્શન બંનેએ આગામી સ્પ્રિંગમાં અમલમાં આવનાર ફુગાવા-સંબંધિત વધારાને રદ કરીને અપંગ લોકો માટેના પર્સનલ ઇન્ડિપેન્ડન્ટ્સ પેયમેન્ટ્સ (Pip)માં કપાત કરવાની યોજનાઓ પર પાછા ફરવાનો ઇન્કાર કર્યો નથી. સરકાર આ યોજના દ્વારા £5થી 6 બિલિયન પાઉન્ડ સુધીના બેનિફીટ બિલમાં બચત કરવા માંગે છે.
લેબર સાંસદો, મંત્રીઓ સહિત ભૂતપૂર્વ ટોરી ચાન્સેલર જ્યોર્જ ઓસ્બર્ન દ્વારા યોજનાનો વિરોધ કરાયો છે.
