MP Preet Kaur Gill calls for 'immediate action' on anti-Sikh hate crimes

લેબર એમપી પ્રીત ગીલે હોમ સેક્રેટરી હ્યુવેટ કૂપરને સંખ્યાબંધ બ્રિટિશ શીખો અંગે તેમની ચિંતા વ્યક્ત કરતા પત્રમાં જણાવ્યું હતું કે ‘’યુકે પરત આવતા સંખ્યાબંધ શીખોને બ્રિટિશ એરપોર્ટ પર રોકીને ભારત પ્રત્યેના તેમના વલણ વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે કે શું શીખોને સાઉથ એશિયામાં તેમનું પોતાનું વતન આપવું જોઈએ.

ગત સપ્ટેમ્બરમાં લખેલા પત્રમાં ગીલે “સંખ્યાબંધ શીખો”ના કિસ્સાઓ ઉઠાવતા કહ્યું હતું કે ‘’ઘણાં શીખોએ આ પૂછપરછ બાબતે મારો સંપર્ક કર્યો છે. ટર્કીમાં ફેમીલી હોલીડે કરી પરતા આવતા એક વ્યક્તિની માન્ચેસ્ટર એરપોર્ટ પર કલાકો સુધી રોકીને તેના શીખ ધર્મ, ભારતના ભાગલા અને નિજ્જરના મૃત્યુ અંગે પૂછપરછ કરાઇ હતી. આટલું જ નહિં તેની સાથે ખરાબ વર્તન કરી એક અધિકારીએ તે માણસની પાઘડી દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.’’

ગીલે લખ્યું હતું કે “મારી પાસે જે પુરાવા છે તે ચિંતા કરાવે છે અને કાયદાનું પાલન કરતા શીખોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમને કોઈ દેખીતા કારણ વગર તેમની ઓળખ અને ધાર્મિક માન્યતાઓ પર કેન્દ્રિત અયોગ્ય પ્રશ્નનો ભોગ બનવું પડી રહ્યું છે. કાયદાનું પાલન કરતા શીખો પીડિત અને અસુરક્ષિત અનુભવે છે. વિશ્વાસ જાળવવા માટે, આ પ્રક્રિયાઓ ન્યાયી, નિષ્પક્ષ અને તમામ સમુદાયો સાથે સમાન ગરિમા અને આદર સાથે વર્તે તે મહત્વપૂર્ણ છે.”

હોમ ઓફિસે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

ભારત સરકાર લાંબા સમયથી શીખ અલગાવવાદી ચળવળ વિશે ચિંતિત છે. શીખ સમુદાયના નેતાઓ કહે છે કે બ્રિટિશ શીખોને હવે આતંકવાદ અધિનિયમ 2000ના શિડ્યુલ 7 હેઠળ આતંકવાદમાં સામેલ છે કે કેમ તેની પરવા કર્યા વગર એરપોર્ટ, બંદર અથવા ટ્રેન સ્ટેશન પરથી મુસાફરી કરતા કોઈપણ વ્યક્તિની અટકાયત કરી શકે છે અને પૂછપરછ કરી શકે છે.

લંડનમાં ખાલસા જાથા બ્રિટિશ આઇલેન્ડ ગુરુદ્વારાના પ્રમુખ ગુરપ્રીત સિંહ આનંદે કહ્યું હતું કે “કોઈ વકીલ વગર તેમને અટકાવવામાં આવે છે અને પૂછપરછ કરવામાં આવે છે. તેમના મોબાઈલ ફોન અને તેમના સોશિયલ મીડિયા પાસવર્ડ્સ આપવા પડે છે. ત્યારબાદ તેમને ખાલિસ્તાન અને ભારત વિશેના વિચારો વિશે પૂછાય છે.’’

LEAVE A REPLY