યુએઇમાં કેરળના બે વ્યક્તિઓને હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતાં અને મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી. ભારતના વિદેશ મંત્રાલયે તેમની ઓળખ મોહમ્મદ રિનાશ એ અને મુરલીધરન પી વી તરીકે કરી હતી.
કન્નુરના રિનાશને યુએઈના નાગરિકની હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ધરપકડ પહેલા તે અલ આઈનમાં એક ટ્રાવેલ એજન્સીમાં કામ કરતો હતો. મુરલીધરનને સાથી ભારતીય ઇમિગ્રન્ટની હત્યા માટે સજા કરવામાં આવી હતી. UAEએ 28 ફેબ્રુઆરીએ ભારતીય દૂતાવાસને ફાંસીની સજા અંગે જાણ કરી હતી. આ પછી ભારતીય મિશન તેમના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો. MEAએ કહ્યું કે દૂતાવાસે બંનેને તમામ સંભવિત કોન્સ્યુલર અને કાનૂની સહાય પૂરી પાડી હતી.
એક વિદેશ મંત્રાલયે એક રિલીઝમાં જણાવ્યું હતું કે ભારતીય દૂતાવાસે દયાની અરજીઓ અને માફીની વિનંતીઓ સબમિટ કરી હતી, પરંતુ UAEની સર્વોચ્ચ અદાલતે તેમની મૃત્યુદંડને સમર્થન આપ્યું હતું. અગાઉની યુપીની એક મહિલાને અબુધાબીમાં 15 ફેબ્રુઆરીએ શિશુની હત્યાના આરોપમાં ફાંસી આપવામાં આવી હતી.
