(ANI Photo)

જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના કામકરી સેક્ટરમાં ઇન્ડિયન આર્મીએ પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમ (BAT)એ કરેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. કલાકો સુધી ચાલેલા ભીષણ ફાયરિંગમાં એક પાકિસ્તાનની ધૂસણખારને ઠાર કરાયો હતો અને બીજા બે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં ભાગી ગયા હતા. આ હુમલામાં ભારતનો એક સૈનિક શહીદ થયો હતો અને કેપ્ટન સહિત ચાર ઘાયલ થયાં હતાં. જમ્મુમાં તાજેતરમાં આતંકી હુમલામાં વધારાને પગલે  સરકાર ઓડિશાથી  BSF બે  બટાલિયન તાકીદે જમ્મુ મોકલી છે.  જેમાં 2,000થી વધુ જવાનોનો સમાવેશ થાય છે.

આ પ્રદેશમાં આતંકવાદી હુમલામાં તાજેતરના વધારાને પગલે સુરક્ષા કડક કરવામાં આવી છે. એકલા જમ્મુ ક્ષેત્રમાં આ વર્ષે રાજૌરી, પુંછ, રિયાસી, ઉધમપુર, કઠુઆ અને ડોડા જિલ્લામાં થયેલા હુમલાઓમાં 22 લોકોના મોત થયા છે, જેમાં 11 સુરક્ષા જવાનો અને ગ્રામ્ય સંરક્ષણ રક્ષકના સભ્યનો સમાવેશ થાય છે.

લશ્કરી સૂત્રોએ જણાવ્યું હતું કે બોર્ડર એક્શન ફોર્સમાં પાકિસ્તાનની આર્મીના સ્પેશ્યલ ફોર્સના જવાનો અને ત્રાસવાદીઓનો સમાવેશ થાય છે. શનિવારની સવારે કામકારી સેક્ટરમાં ભારતીય સૈન્યના એલર્ટ સૈનિકોએ બોર્ડર એક્શન ટીમના ઘુસણખોરાના પ્રયાસો નિષ્ફળ બનાવ્યાં હતા.

LEAVE A REPLY