યુકેમાં ચાર ભારતીય માઇગ્રન્ટ્સને ઘૂસાડવાના પ્રયાસમાં પકડાયેલા બે લંડનવાસી શખ્સને પાંચ વર્ષ અને ત્રણ મહિનાની જેલ સજા ફટકારવામાં આવી હતી.
યુકે હોમ ઓફિસના જણાવ્યા મુજબ, બંને બ્રિટિશ નાગરિક- 55 વર્ષીય શફાઝ ખાન અને 58 વર્ષીય રાશિદ ચૌધરીએ ચાર પુરુષોને વાનમાં જુના ટાયરની આડમાં છૂપાવીને દેશમાં ઘૂસાડવાનો પ્રયત્ન કર્યો હતો. આઇઝલવર્થ ક્રાઉન કોર્ટે આ બંને શખ્સોને યુકેના ઇમિગ્રેશન કાયદાના ઉલ્લંઘન બદલ સજા ફટકારી હોવાનું બીબીસીના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું. બોર્ડર પોલીસે આ બંને શખ્સની માર્ચ 2019માં ઇસ્ટ સસેક્સના ન્યુહેવન પોર્ટ પરથી ધરપકડ કરી હતી. આ ઘટના સમયે ફેલ્ધામના રહેવાસી રાશિદ ખાને જણાવ્યું હતું કે, તેઓ બેલ્જિયમથી પરત આવી રહ્યા છે અને વાનમાં પાછળ જુના ટાયર્સ છે. ઓફિસરોએ તેમાં તપાસ કરતા આ માઇગ્રન્ટ્સ ભયાનક સ્થિતિમાં જોવા મળ્યા હતા. તેઓ હવા-પાણી અને ખોરાક વગર દયનીય સ્થિતિમાં જોવા મળ્યા હતા.

LEAVE A REPLY