(Photo by Michael M. Santiago/Getty Images)

અમેરિકાના નવનિર્વાચિત પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભૂતપૂર્વ ડેમોક્રેટ અને યુએસ કોંગ્રેસમાં ચૂંટાયેલા પ્રથમ હિંદુ તુલસી ગબાર્ડની નેશનલ ઈન્ટેલિજન્સના ડાયરેક્ટર તરીકે પસંદગી કરી હતી.

ચાર ટર્મના કોંગ્રેસવુમન, 2020ના પ્રમુખપદના ઉમેદવાર અને NYTના બેસ્ટ સેલિંગ પુસ્તકના લેખક, ગબાર્ડ મધ્ય પૂર્વ અને આફ્રિકાના યુદ્ધ ઝોનમાં સેવા આપી ચુક્યા છે. તેઓ તાજેતરમાં જ ડેમોક્રેટમાંથી રિપબ્લિકન સભ્ય બન્યાં હતાં.
ટ્રમ્પે જાહેરાત કરી હતી કે “મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ભૂતપૂર્વ કોંગ્રેસવુમેન, લેફ્ટનન્ટ કર્નલ તુલસી ગબાર્ડ, નેશનલ ઇન્ટેલિજન્સ (DNI)ના ડિરેક્ટર તરીકે સેવા આપશે. બે દાયકા કરતાં વધુ વધુ સમયથી તુલસીએ આપણા દેશ અને તમામ અમેરિકનોની સ્વતંત્રતા માટે લડત આપી છે. ડેમોક્રેટિક પ્રેસિડેન્શિયલ નોમિનેશન માટેના ભૂતપૂર્વ ઉમેદવાર તરીકે, તેમને બંને પક્ષોનું વ્યાપક સમર્થન છે. તેઓ હવે રિપબ્લિકન છે!

21 વર્ષની ઉંમરે ગબાર્ડે હવાઈ સ્ટેટ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં પ્રથમ વખત સેવા આપી હતી. 9/11ના હુમલા પછી તેઓ આર્મી નેશનલ ગાર્ડમાં જોડાયા હતા. 2004માં ચૂંટણી લડવાની જગ્યાએ તેમણે 29મી બ્રિગેડ કોમ્બેટ ટીમ સાથે ઇરાકમાં તબીબી એકમમાં સેવા યુનિટમાં સ્વૈચ્છિક સેવા આપી હતી.યુદ્ધ ભૂમિનો અનુભવ મેળવ્યા પછી પછી, ગબાર્ડે 31 વર્ષની વયે યુનાઇટેડ સ્ટેટ્સ કોંગ્રેસ માટે ચૂંટણી લડી હતી.

LEAVE A REPLY