(REUTERS/ANI Photo)

કમલા હેરિસ સાથે પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ખરાબ દેખાવ કર્યા પછી બીજી ડિબેટનો ઇનકાર કરનારા ડોનાલ્ડ ટ્રમ્પ અચાનક યુ-ટર્ન લીધો હતો અને જણાવ્યું હતું કે જો તેઓ સારા મૂડમાં હશે તો બીજી ડિબેટ કરી શકે છે.

કઇ શરતોને આધારે બીજી ડિબેટ કરશે તેવા સવાલના જવાબમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે મારે કોઇ પણ શરતોની જરૂર નથી. હું આવતીકાલે ડિબેટ કરી શકું છું. તેમણે આ વર્ષે બે ડિબેટમાં ભાગ લીધો છે, જેમાં પ્રથમ બાઇડન સાથેની અને બીજી હેરિસ સાથેની હતી. બીજી ડિબેટમાં કપટ કરાયું હતું. મેં ડિબેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું અને દરેક સવાલના જવાબ આપ્યા હતાં. પરંતુ કદાચ જો હું યોગ્ય મૂડમાં આવીશ તો ફરી ડિબેટ કરી શકું છું.

અગાઉ ટ્રમ્પે જણાવ્યું હતું કે કમલાએ છેલ્લા લગભગ ચાર વર્ષના સમયગાળા દરમિયાન શું કરવું જોઈએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. હવે ત્રીજી ડિબેટ નહીં. ટ્રુથ સોશિયલ પર તેમણે દાવો કર્યો હતો કે ફોક્સ ડિબેટમાં કમલા હેરિસે સારો દેખાવ કર્યો નથી. કોઇ ખેલાડી મેચ હારી જાય ત્યારે તેના મોંમાંથી પ્રથમ શબ્દો નીકળે છે કે હું ફરીથી મેચ ઈચ્છું છું.

LEAVE A REPLY