(Photo by Win McNamee/Getty Images)

અમેરિકામાં ઇકોનોમી અને ક્રાઇમના મુદ્દે મતદારામાં રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પને ડેમોક્રેટ કમલા હેરિસ સામે અગાઉ જે સરસાઈ મળી હતી તે ધોવાઈ હોવાનું જણાઇ રહ્યું છે. કમલા હેરિસનો ચૂંટણીપ્રચાર વેગ પકડી રહ્યો છે ત્યારે એક નવા સરવેના તારણમાં આવું જણાવાયું છે.

ત્રણ દિવસનો આ સરવે 23થી 25 ઓગસ્ટ દરમિયાન હાથ ધરાયો હતો, જેના તારણો દર્શાવે છે કે અર્થતંત્ર અને રોજગાર પ્રત્યે ટ્રમ્પનો અભિગમ 43 ટકા મતદારાને પસંદ હતો, તો 40 ટકા લોકોએ કમલા હેરિસના અભિગમને પસંદ કર્યો હતો. જે તફાવત ઘણો નાનો ગણાય છે.

અગાઉ જુલાઇને અંતમાં થયેલા સરવેમાં ટ્રમ્પને અર્થતંત્રના મુદ્દે 11 પોઇન્ટની સરસાઈ હતી. ગુનાખોરી અને ભ્રષ્ટાચાર મુદ્દે ટ્રમ્પ અને કમલા હેરિસ બંનેને 40-40 ટકા સમર્થન મળ્યું હતું, જે જુલાઇના સરવેમાં ટ્રમ્પથી પાંચ પોઇન્ટ પાછળ રહેલા. કમલા હેરિસને નોંધપાત્ર ફાયદો થવાનું દર્શાવે છે. તાજેતરના રાષ્ટ્રીય સર્વેક્ષણો દર્શાવે છે કે કમલા હેરિસ ગત 21 જુલાઇએ પ્રમુખપદની રેસમાં ઉતર્યા પછી ટ્રમ્પ પર સરસાઈ મેળવી રહ્યાં છે. જુલાઇના અંતમાં થયેલા સરવેમાં કમલા હેરિસની લોકપ્રિયતા 42 ટકાથી વધીને 43 ટકા થઈ હતી.

LEAVE A REPLY