FILE PHOTO: U. REUTERS/Kevin Lamarque/File Photo

અમેરિકાના નવનિર્વાચિત પ્રેસિડન્ડ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડામાંથી થતી ઘુસણખોરી રોકવા માટે કેનેડા પર 25 ટકા ટેરિફ લાદવાની ચીમકી ઉચ્ચારી હતી. તેનાથી કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો દોડતા થઈ ગયા હતા અને ટ્રમ્પને મળવા ફ્લોરિડા પહોંચ્યા હતા, જ્યાં બંને નેતાઓએ વચ્ચે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ટ્રમ્પે એક સમયે કેનેડાને અમેરિકાના 51મા સ્ટેટ બની જવા માટે પણ ઓફર કરી હતી. જોકે આ મુદ્દા પર જોરદાર હોબાળો થતાં આ ડિનરમાં ટ્રુડોની સાથે રહેલા કેનેડાના પબ્લિક સેફ્ટી મિનિસ્ટર ડોમિનિક લાબ્લાંન્કે એવી સ્પષ્ટતા કરી હતી કે અમેરિકાના ચૂંટાયેલા પ્રેસિડેન્ટ માત્ર મજાક કરી રહ્યા હતાં. બંને દેશોના નેતાઓ વચ્ચે 25 ટકા ટેરિફ અંગે વાતચીત થઈ રહી હતી ત્યારે ટ્રમ્પે એવું કહ્યું હતું કે જો કેનેડા ટેરિફને કારણે સર્જાનારી સ્થિતિને મેનેજ કરી શકે તેમ ના હોય તો તેને અમેરિકામાં ભળી જવું જોઈએ.

કેનેડા બોર્ડર પરથી અમેરિકામાં થતી ઘૂસણખોરીથી ટ્રમ્પ ટ્રુડોથી નારાજ છે, અને તેમણે એવી ધમકી આપી હતી કે જો કેનેડાએ ઈલીગલ ઈમિગ્રન્ટ્સને આવતા અટકાવવા નક્કર પગલાં ના લીધા તો તેને 25 ટકા ટેરિફ માટે તૈયાર રહેવું પડશે.

ટ્રમ્પના ખાનગી માર-એ-લાગો એસ્ટેટમાં રાત્રિભોજન દરમિયાન, કેનેડિયન વડા પ્રધાને ચૂંટાયેલા પ્રેસિડન્ટ વચન આપ્યું હતું કે ઓટાવા લાંબા સમયથી અસુરક્ષિત સંયુક્ત સરહદ પર નિયંત્રણ વધુ કડક કરશે. કેનેડા યુનાઇટેડ સ્ટેટ્સમાં તમામ માલસામાન અને સેવાઓની નિકાસના 75 ટકા મોકલે છે અને ટેરિફ અર્થતંત્રને ખરાબ રીતે નુકસાન પહોંચાડશે.

 

LEAVE A REPLY