(Photo by Chip Somodevilla/Getty Images)

અમેરિકાના પ્રમુખ તરીકે ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે એરિઝોનામાં વિજય સાથે તમામ સાતેય બેટલગ્રાઉન્ડ રાજ્યોમાં તેમના ડેમોક્રેટિક હરીફ કમલા હેરિસને હરાવ્યાં હતાં. સાત બેટલગ્રાઉન્ડ રાજ્યોમાં એરિઝોના, નેવાડા, વિસ્કોન્સિન, મિશિગન, પેન્સિલવેનિયા, નોર્થ કેરોલિના અને જ્યોર્જિયા હતાં.

એરિઝોનામાં વિજય સાથે ટ્રમ્પના ઇલેક્ટ્રોરલ કોલેજ વોટની સંખ્યા વધીને 312 થઈ ગઈ હતી જ્યારે ઉપપ્રમુખ હેરિસના વોટ 226 હતા. એરિઝોનામા 11 ઈલેક્ટોરલ કોલેજ વોટ છે. રિપબ્લિકન પાર્ટીએ સેનેટ પર ફરીથી અંકુશ મેળવ્યો છે અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં બહુમતી જાળવી રાખવા માટે સજ્જ છે. હાલમાં પાર્ટી પાસે સેનેટમાં 52 બેઠકો છે અને ડેમોક્રેટ્સ પાસે 47 છે. પ્રતિનિધિ ગૃહમાં રિપબ્લિકન્સે અત્યાર સુધીમાં ડેમોક્રેટ્સની 209 સામે 216 બેઠકો જીતી છે. બહુમતીનો આંકડો 218 છે. રિપબ્લિકનને વિશ્વાસ છે કે તેઓ બહુમતીનો આંકને પાર કરવા માટે જરૂરી સંખ્યાબળ મેળવશે.

 

LEAVE A REPLY