અમેરિકાના નવનિર્ચાવિત પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે $1 બિલિયન કરતાં વધુ મૂલ્યના ઊર્જા પ્રોજેક્ટ્સ અને અન્ય બાંધકામો પ્રોજેક્ટ માટે રોકાણ કરનારી કંપનીઓને ઝડપી ફેડરલ પરમિટનું વચન આપ્યું છે. જોકે અન્ય યોજનાઓની જેમ આ વચન સામે પણ નિયમનકારી અને કાયદાકીય અવરોધોમાં આવવાની સંભાવના છે
મંગળવારે તેમની ટ્રુથ સોશિયલ સાઇટ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સમાં $1 બિલિયનનું રોકાણ કરનાર કંપનીને “સંપૂર્ણપણે ઝડપી મંજૂરીઓ અને પરમિટો મળશે, જેમાં તમામ પર્યાવરણીય મંજૂરીઓ શામેલ છે.
ટ્રમ્પની દરખાસ્તને કંપનીઓએ આવકારી છે, પરંતુ દેશની પર્યાવરણવાદી સંસ્થાઓએ તેનો ભારે વિરોધ કર્યો છે. આ પહેલનો હેતુ દેશમાં અબજ ડોલરના સાહસોને આકર્ષવાનો છે, ખાસ કરીને તેને કુદરતી ગેસ પાઈપલાઈન, સોલાર ફાર્મ, પવન ઊર્જા અને નિકાસ ટર્મિનલો જેવા ક્ષેત્રોમાં રોકાણ વધારવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.
ટ્રમ્પના ટીકાકારોએ જણાવ્યું હતું કે તેનાથી પર્યાવરણની સુરક્ષા જોખમાશે. એવરગ્રીન એક્શન એન્ડ ધી નેચરલ રિસોર્સીસ ડીફેન્સ કાઉન્સિલ (એનઆરડીસી) જેવી સંસ્થાઓેએ આ પગલાની ટીકા કરતા તેને એનઈપીએના ઉલ્લંઘન સમાન ગણાવી હતી.