.Photo by Office of the President of Ukraine via Getty Images)

યુક્રેન પર તાજેતરના હવાઈ હુમલાઓ પછી રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન પ્રત્યે રોષ વ્યક્ત કરીને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે મોસ્કો સામે અલગ રીતે વ્યવહાર કરવાની ધમકી આપી હતી. ટ્રમ્પે બેન્કિંગ અને બીજા પ્રતિબંધોનો ઉપયોગ કરવાની પણ ચીમકી આપી હતી.

અગાઉ ટ્રમ્પે રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાની ચાવી તરીકે તેમના રશિયન સમકક્ષ સાથેના અંગત સંબંધોનો ઉપયોગ કરવાની બડાઈ હાંકી હતી, જોકે હવે તેમણે જણાવ્યું હતું કે મને લાગે છે કે પુતિન મારી સાથે ઢોંગ કરી રહ્યાં છે. ટ્રુથ સોશિયલમાં એક પોસ્ટમાં યુક્રેન પર બોમ્બમારો બંધ કરવા હાકલ કર્યાના થોડા દિવસો પછી ટ્રમ્પે પુતિનની આ ટીકા કરી હતી.

કીવ પર તાજેતરના હવાઇ હુમલાનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે જણાવ્યું હતું કે છેલ્લાં કેટલાંક દિવસોમાં પુતિને નાગરિક વિસ્તારો, ગામો અને શહેરોમાં મિસાઇલો છોડ્યા છે. મને લાગે છે કે કદાચ તેઓ યુદ્ધ રોકવા માંગતા નથી, તેઓ ફક્ત મને મારી સાથે યુદ્ધવિરામનો ડોળ કરી રહ્યાં છે. તેમની સાથે બેન્કિંગ અને સેકન્ડરી પ્રતિબંધો દ્વારા અલગ રીતે વ્યવહાર કરવો પડશે. ઘણા બધા લોકો મરી રહ્યા છે.

શનિવારે વેટિકનમાં પોપ ફ્રાન્સિસના અંતિમ સંસ્કાર પહેલા યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડીમીર ઝેલેન્સકી સાથેની મુલાકાતના થોડા સમય પછી ટ્રમ્પે સોશિયલ મીડિયામાં આ પોસ્ટ મૂકી હતી. ઝેલેન્સ્કી-ટ્રમ્પની મુલાકાતને વ્હાઇટ હાઉસે ખૂબ ફળદ્વુપ ગણાવી હતી.

 

LEAVE A REPLY