(Photo by Chip Somodevilla/Getty Images)

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના વિશેના એક અપમાનજનક નવા પુસ્તક માટે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે તાજેતરમાં ચીમકી આપી હતી કે તેઓ અજાણ્યા સૂત્રોના ઉપયોગ કરી રહેલા લેખકો અને મીડિયા આઉટલેટ્સ સામે કેસ કરશે. ટ્રમ્પ ન્યૂયોર્કના રીયલ એસ્ટેટ માંધાતાથી બે વાર દેશના પ્રેસિડેન્ટપદ સુધી પહોંચ્યા પછી લોકો પર કેસ કરવા તેમની બ્રાન્ડનો ઉપયોગ કરી રહ્યા છે. અને આ વખતે તેઓ અજાણ્યા સૂત્રોનો ઉપયોગ કરીને પુસ્તકો અને સમાચાર રજૂ કરવાની સામાન્ય કામગીરીને લક્ષ્યાંક બનાવી રહ્યા છે. અમેરિકામાં મુખ્ય ધારાના મીડિયા સામે ટ્રમ્પનો તિરસ્કાર ખૂબ જાણીતો છે, જેને તેઓ વારંવાર “ફેઇક ન્યૂઝ” મીડિયા તરીકે સંબોધે છે.

પત્રકાર માઈકલ વોલ્ફે એક નવો ઘટસ્ફોટ કર્યા પછી તેમણે આ નવી ચીમકી ઉચ્ચારી હતી. આ નવા ઘટસ્ફોટથી ટ્રમ્પ અને તેમની ટીમ નારાજ છે. પુસ્તકમાં અન્ય દાવાઓ ઉપરાંત એવું પણ જણાવાયું છે કે, ગત ઉનાળામાં ચૂંટણી પ્રચાર દરમિયાન હત્યાના પ્રયાસમાં બચી ગયા પછી, ટ્રમ્પ “કદાચ ભાંગી પડશે તેવું લાગતું હતું,” તેઓ સ્પષ્ટ બોલી શકતા નહોતા અને હંમેશા ગુસ્સે થયેલા લાગતા હતા.

સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે, તેઓ ફરીથી પ્રેસિડેન્ટપદે આરુઢ થયા પછી, અજાણ્યા સૂત્રોના હવાલેથી “નકલી પુસ્તકો તથા સમાચારો” રજૂ થઈ રહ્યા છે અને “સમય આવશે ત્યારે હું તેમાંના કેટલાક અપ્રમાણિક લેખકો અને પુસ્તક પ્રકાશકો પર કેસ કરીશ, જેથી નક્કી કરી શકાય કે આવા સૂત્રો અસ્તિત્વમાં છે કે નહીં, કેમ કે તેમાંના મોટાભાગના લોકોનું અસ્તિવત્વ જ નથી.”

ટ્રમ્પે વધુમાં જણાવ્યું હતું કે, “આવા લોકોએ આવી બનાવટી, બદનક્ષીભરી કાલ્પનિક કથાઓ અને આવી દેખિતી અપ્રમાણિકતા માટે મોટી કિંમત ચૂકવવી પડશે. હું તેને આપણા દેશ માટેની સેવા માનું છું. કદાચ, આપણે કોઈ નવો કાયદો પણ બનાવીશું!

2018માં પ્રકાશિત થયેલું વોલ્ફનું નવું પુસ્તકનું ખૂબ જ પ્રચલિત થયું હતું. તેનું નામ “ફાયર એન્ડ ફ્યુરી: ઇનસાઇડ ધ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ” છે. આ પુસ્તકમાં અન્ય વિસ્ફોટક દાવાઓની સાથે માર-એ-લાગોના સૂત્રોને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે ટ્રમ્પની પત્ની મેલેનિયા તેને નફરત કરે છે.

LEAVE A REPLY