અમેરિકામાં પ્રેસિડેન્ટ પદે ફરીથી આરુઢ થયા પછી ડોનાલ્ડ ટ્રમ્પ કડક નિર્ણયો લઇ રહ્યા છે. તાજેતરમાં તેમણે વધુ એક મોટો નિર્ણય લઈને આશ્ચર્ય સર્જ્યુ હતું. ટ્રમ્પે વિમેન્સ સ્પોર્ટસમાં ટ્રાન્સજેન્ડર ખેલાડીઓના પ્રવેશ પર પ્રતિબંધને મંજૂરી આપી છે. ટ્રમ્પના આ આદેશ પછી ટ્રાન્સજેન્ડરો હવે દેશમાં મહિલાઓની રમતોમાં ભાગ લઈ શકશે નહીં. આ આદેશ એવા લોકોને લાગુ પડશે જેઓ જન્મ સમયે પુરુષ હતા અને પછીથી સ્ત્રી બનવા માટે લિંગ પરિવર્તન કરાવ્યું હતું. ટ્રમ્પે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, પુરુષોને મહિલાઓની રમતોથી દૂર રાખવા જોઈએ. આ એક્ઝિક્યુટિવ ઓર્ડરનું નામ ‘કીપિંગ મેન આઉટ ઓફ વુમન્સ સ્પોર્ટસ’ છે. ટ્રમ્પના આ નિર્ણય પછી વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે કહ્યું કે આ આદેશમાં રમતગમતમાં મહિલાઓને સમાન તકો આપવાની વાત છે. આ નિર્ણય સ્કૂલ્સ, કોલેજો અને અન્ય એથ્લેટિક્સ એસોસિએશનોમાં તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. આ મુદ્દો તેમના ચૂંટણી પ્રચારનો એક ભાગ પણ હતો.

LEAVE A REPLY