પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકામાં ટ્રમ્પ સરકારે તેના અગાઉના નિર્ણયને ફેરવી તોડીને માઇગ્રન્ટના બાળકોને કાનૂની સહાય ફરી ચાલુ કરી છે. અગાઉ સરકારે માતાપિતા અથવા કાનૂની વાલીઓ વિના મેક્સિકોની સરહદ પાર કરીને અમેરિકા પહોંચેલા બાળકોને કાનૂની સેવા આપતા પ્રોગ્રામને સ્થગિત કર્યો હતો. પરંતુ હવે ટ્રમ્પ વહીવટીતંત્રે આ પ્રોગ્રામ હેઠળના લીગલ ગ્રુપોને જણાવ્યું છે કે તેઓ હજારો બાળકો માટે કાનૂની સેવાઓ ચાલુ કરી શકે છે.

એકેસિયા સેન્ટર ફોર જસ્ટિસે કહ્યું હતું કે તેને સરકાર તરફથી આ અંગેની જાણકારી મળી છે. 200 મિલિયન ડોલરના કરાર હેઠળ એકેસિયા અને તેના પેટા કોન્ટ્રાક્ટર્સને લગભગ 26,000 બાળકોને કાનૂની પ્રતિનિધિત્વ અને અન્ય 1,00,000 વધુ બાળકોને કાનૂની શિક્ષણ પૂરું પાડે છે.

એકેસિયાનાના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શાઇના એબરે જણાવ્યું હતું કે તેઓ બાળકોના મૂળભૂત અધિકારોને જાળવી રાખતી આ મહત્વપૂર્ણ સેવાઓ સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થાય તેની ખાતરી કરવા માટે સરકાર સાથે કામ કરવાનું ચાલુ રાખશે અને તેમના ભાગીદારો તેમનું કાર્ય ફરી શરૂ કરી શકે છે.

LEAVE A REPLY