અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની અધિકૃત ભાષા તરીકે અંગ્રેજીને મંજૂરી આપી છે. અંગ્રેજીને રાષ્ટ્રભાષા તરીકે જાહેર કરવાથી “એકતાને પ્રોત્સાહન મળશે, સરકારી કામગીરીમાં કાર્યક્ષમતા સ્થાપિત થશે અને નાગરિક જોડાણ માટે માર્ગ મોકળો થશે” તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી છે. આ આદેશ સરકારી એજન્સીઓ અને સંગઠનોને ફેડરલ આર્થિક સહાય મેળવતી વખતે અંગ્રેજી સિવાયની ભાષામાં દસ્તાવેજો અને સેવાઓ પ્રદાન કરવાનું જાળવી રાખવું કે નહીં તે પસંદ કરવાની મંજૂરી આપશે તેમ આદેશમાં જણાવાયું છે.

LEAVE A REPLY