પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે નેશનલ એનર્જી ડોમિનેન્સ કાઉન્સિલની રચના કરવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતાં. આ કાઉન્સિલને અમેરિકામાં ક્રૂડ ઓઇલ અને ગેસ ઉત્પાદનમાં ઝડપથી વધારો કરવાનો ટ્રમ્પે આદેશ છે. ટ્રમ્પના વહીવટીતંત્રે લ્યુઇસિયાનાના લિક્વિફાઇડ નેચરલ ગેસ પ્રોજેક્ટમાંથી નિકાસ કરવાની પણ શરતી મંજૂરી આપી હતી. એક વર્ષ પહેલા પૂર્વ પ્રેસિડન્ટ બાઇડને એલએનજીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ટ્રમ્પે ઇસ્ટ અને વેસ્ટ કોર્ટમાં ભાવિ ઓઇલ ડ્રિલિંગ પરના બાઇડનને પ્રતિબંધને પણ ઉઠાવી લેવાનો ગૃહ પ્રધાનને આદેશ આપ્યો હતો.
વેનેઝુએલાના ઇમિગ્રન્ટ્સનો દેશનિકાલ કરાયો
ક્યુબાની ગ્વાન્ટાનામો-બે ખાતેની કુખ્યાત જેલમાં ટ્રાન્સફર સામે કોર્ટમાંથી સ્ટે ઓર્ડર લઈ આવનારા વેનેઝુએલના ત્રણ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને અમેરિકામાંથી દેશનિકાલ કરાયા હતા. આ ઇમિગ્રન્ટ્સને વેનેઝુએલની ડાયરેક્ટ ફ્લાઇટ્સમાં બેસાડી દેવામાં આવ્યાં હતા. ગેરકાયદે ઇમિગ્રન્ટ સામેની ટ્રમ્પે કાર્યવાહી ચાલુ કર્યા પછી દરરોજ વેનેઝુએલાના ઇમિગ્રન્ટ્સને ટેક્સાસ ખાતેના લશ્કરી બેઝથી ગુઆન્ટાનામોમાં મોકલવામાં આવી રહ્યાં છે.
