અમેરિકા વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ છે અને તેના પ્રેસિડેન્ટ વિશ્વની સૌથી શક્તિશાળી વ્યક્તિ ગણાય છે. 20 જાન્યુઆરી 2025ના રોજ અમેરિકન પ્રેસિડેન્ટ તરીકે શપથ ગ્રહણ કરનારા ડોનાલ્ડ ટ્રમ્પ શક્તિશાળી હોવાની સાથે વિવાદાસ્પદ પણ છે. તેઓ આગામી ચાર વર્ષ માટે કાયદેસર રીતે પ્રેસિડેન્ટ પદ પર રહી શકશે પણ સવાલ એ છે કે શું તેઓ 12 વર્ષ માટે અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકેના પદ પર રહી શકે ખરાં?

જો કે અમેરિકાનું બંધારણ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે અમેરિકન પ્રેસિડેન્ટના પદ પર એક વ્યક્તિ બે કરતાં વધારે વાર ચૂંટાઇ શકે નહીં. જો કે તેમ છતાં ટ્રમ્પને ત્રીજીવાર પ્રેસિડેન્ટ બનાવવાની વાત આવી છે કેમ કે અમેરિકાના બંધારણમાં એક એવી ખામી છે કે જેને કારણે આવું શક્ય બની શકે છે. વાસ્તવમાં બંધારણના 22મા સુધારા અનુસાર અમેરિકન પ્રેસિડેન્ટપદે એક જ વ્યક્તિ બે વાર કરતાં વધારે વાર ચૂંટાઇ શકતી નથી પરંતુ તેઓ ઉત્તરાધિકારની પ્રક્રિયા મારફત ફરીથી આ ભૂમિકા ભજવી શકે છે.

ઉત્તરાધિકારની પ્રક્રિયાને એક પ્રક્રિયા મારફત સમજી શકીએ છીએ. વાસ્તવમાં જો ટ્રમ્પ બીજા કાર્યકાળની સમાપ્તિ બાદ ઉપરાષ્ટ્રપતિ પદ પર ચૂંટણી લડે છે અને તેમના સાથીદાર વિજય બાદ પ્રેસિડેન્ટ પદ પરથી રાજીનામું આપી દે છે તો તે પછી ટ્રમ્પ ત્રીજી વાર ઉત્તરાધિકારીના રૂપમાં પ્રેસિડેન્ટ તરીકેની ભૂમિકા ભજવી શકે છે. અમેરિકન મીડિયા રિપોર્ટ્સ અનુસાર જો પ્રેસિડેન્ટ ટ્રમ્પ આ વ્યુહરચનાનો અમલ કરે છે તો તેઓ 2029 બાદ સંભવિત રૂપથી 2037સુધી વ્હાઇટ હાઉસમાં કામ કરવાનું ચાલું રાખી શકે છે.

LEAVE A REPLY