ડોનાલ્ડ ટ્રમ્પના કેમ્પેઇને બ્રિટિશ વડાપ્રધાન કેઅર સ્ટાર્મરની લેબર પાર્ટી પર અમેરિકામાં પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં “સ્પષ્ટ વિદેશી હસ્તક્ષેપ” કરવાનો આરોપ મુક્યો છે. લેબર પાર્ટીના કેટલાક કાર્યકરો કમલા હેરિસના કેમ્પેઇનમાં મદદ કરવા માટે અમેરિકા ગયા હતા તેવું કહેવાય છે.
રીપબ્લિકન પાર્ટીએ આ અંગે વોશિંગ્ટનમાં ફેડરલ ચૂંટણી કમિશનમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેમણે હેરિસ કેમ્પેઇનમાં લેબર દ્વારા સ્પષ્ટ જણાતા ગેરકાયદે યોગદાન બાબતે તપાસની પણ માગણી કરી હતી. બ્રિટિશ રાજકીય કાર્યકરોએ ચૂંટણી પહેલા અમેરિકાની લાંબા સમયથી મુસાફરી કરી રહ્યા છે, જેમાં મધ્ય-ડાબેરી લેબર પાર્ટીના કાર્યકરો સામાન્ય રીતે ડેમોક્રેટ્સ તેમ જ તેના સહયોગી પક્ષ અને કન્ઝર્વેટિવ્ઝ રીપબ્લિકનના સમર્થનમાં છે.
નામ ન આપવાની શરતે બ્રિટિશ અધિકારીઓએ સમાચાર એજન્સી-રોયટર્સને જણાવ્યું હતું કે, ગત જુલાઇમાં બ્રિટનની ચૂંટણીમાં પોતાની ભવ્ય જીત પછી લેબરના કેટલાક સીનિયર સલાહકારો તાજેતરના મહિનાઓમાં ડેમોક્રેટ વ્યૂહરચનાકારોને મળવા માટે ગયા હતા. તેમણે એ મુદ્દે ચર્ચા કરી હતી કે, 2019માં જે પૂર્વ ઔદ્યોગિક વિસ્તારોને છોડી દીધા હતા ત્યાં લેબરે ફરીથી કેવી રીતે જીત મેળવી હતી. લેબર નેતા સ્ટાર્મરે એ વાતને ફગાવી હતી કે, જો ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ 5 નવેમ્બરે ફરીથી જીતશે તો આવી ફરિયાદથી ટ્રમ્પ સાથેના સંબંધોને નુકસાન થશે, તેમણે કહ્યું હતું કે, લેબર પાર્ટના સમર્થકો તેમના પોતાના સમયે સ્વેચ્છાએ કાર્ય કરતા હતા. પરંતુ આ ફરિયાદ સંભવિત ગૂંચવણ ઊભી કરે છે.
અમેરિકામાં નિયમો મુજબ, વિદેશી નાગરિકો ચૂંટણીમાં સ્વેચ્છાએ કેમ્પેઇન કરી શકે છે, પરંતુ નાણાકીય યોગદાન આપી શકતા નથી.

LEAVE A REPLY