REUTERS/Joe Skipper/File Photo

અમેરિકામાં નવનિર્વાચિત પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે બિલિયોનેર જેરેડ આઇઝેકમેનને નાસાના આગામી વડા તરીકે નોમિનેટ કર્યા હતાં. આઇઝેકમેન સ્પેસવોક કરનાર પ્રથમ ખાનગી અવકાશયાત્રી છે.

41 વર્ષના આઇઝેકમેન શિફ્ટ4 પેમેન્ટના સ્થાપક અને CEO છે. મસ્કના સ્પેસએક્સ સાથેના તેમના હાઇ-પ્રોફાઇલ સહયોગને કારણે તેઓ સ્પેસફ્લાઇટ ક્ષેત્રમાં અગ્રણી વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા છે.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે મને નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)ના એડમિનિસ્ટ્રેટર

તરીકે કુશળ બિઝનેસ લીડર, પરોપકારી, પાયલોટ અને અવકાશયાત્રી જેરેડ આઇઝેકમેનને નોમિનેટ કરવામાં આનંદ થાય છે. જેરેડ NASAના શોધ અને પ્રેરણાના મિશનને આગળ ધપાવશે, જે અવકાશ વિજ્ઞાન, ટેક્નોલોજી અને સંશોધનમાં અભૂતપૂર્વ સિદ્ધિઓનો માર્ગ મોકળો કરશે.

આઇઝેકમેન સ્પેસએક્સ અને મસ્કના સમર્થક પણ છે, તેઓ વારંવાર કંપની અને પ્લેટફોર્મ X પર તેમના વિઝનની પ્રશંસા કરી ચુક્યા છે. પેન્સિલવેનિયાના વતની આઇઝેકમેને માત્ર 16 વર્ષની ઉંમરે પરિવારના બેઝમેન્ટમાં બિઝનેસની સ્થાપના કરી હતી અને આ બિઝનેસ પછીથી શિફ્ટ-3 પેમેન્ટ તરીકે ઊભર્યો હતો. એક કુશળ એવિએટર આઇઝેકમેને લશ્કરી એરક્રાફ્ટ ઉડાવવા માટે લાયક છે, તેમણે એરશોમાં પ્રદર્શન કર્યું છે અને વિશ્વભરની ઉડાન માટે વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.

LEAVE A REPLY