ભરૂચના વતની ત્રણ યુવાનો રોજગારી માટે સાઉથ આફ્રિકા ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ આ ત્રણેય યુવાનો કામ માટે જઈ રહ્યા હતા ત્યારે ત્યાં હાઉડસ્પ્રાઇટ નજીક મીની બસ સાથે તેમની કારની ટક્કર વાગતા અકસ્માત સર્જાયો હતો. જેના કારણે કારમાં અચાનક આગી લાગી હતી અને આ ત્રણેય યુવાનોના દાઝી જવાથી મોત નીપજ્યા હતા.
આ ત્રણેય મૃતકો ત્રાલસા કોઠી ગામના શહેજાદ, સુફિયાન અને મુસ્તકીમ દેસાઈનો સમાવેશ થતો હોવાનું કહેવાય છે. જ્યારે કારમાં સવાર અન્ય યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)