Diamonds and jewelery belonging to a company owned by Nirav Modi will be auctioned
(ANI PHOTO)

ભારતની એન્ટી મની લોન્ડરિંગ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ અત્યાર સુધી વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદી જેવા વોન્ટેડ ઉદ્યોગપતિઓની કુલ ₹22,280 કરોડની મિલકતો જપ્ત કરીને સંબંધિત સરકારી અને ખાનગી બેન્કોને સોંપી છે, એમ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં મંગળવારે સંસદમાં જણાવ્યું હતું.

નાણા પ્રધાને જણાવ્યું હતું કે આર્થિક ગુનેગારો સામેની લડાઈ ચાલુ રહેશે. વિજય માલ્યાની રૂ.14,131 કરોડ, નીરવ મોદીની રૂ.1,052 કરોડ મેહુલ ચોકસીના રૂ.2,565 કરોડની સંપત્તિ જપ્ત કરાઈને બેન્કોને સોંપવામાં આવી છે. બેન્કો આ સંપત્તિની હરાજીને કરીને તેમના બાકી લોનના વસૂલાત કરી રહી છે. મની લોન્ડરિંગના કેસમાં EDએ સફળતાપૂર્વક ₹22,280 કરોડની સંપત્તિ પુનઃસ્થાપિત કરી છે… અમે કોઈને છોડ્યા નથી. ભલે તેઓ દેશ છોડીને ભાગી ગયા હોય, અમે તેમનો પીછો કર્યો છે. બેન્કોને પૈસા પરત મળે તે માટે અમે તમામ કાર્યવાહી કરીશું.

સંસદમાં એક સવાલના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે EDએ 2019થી 2023 સુધી મની લોન્ડરિંગના  નિવારણ કાયદા અથવા PMLA હેઠળ 900થી વધુ કેસ દાખલ કર્યા છે.

દરમિયાન, ‘બ્લેક મની’ અથવા ગેરકાયદેસર રીતે મેળવેલ અને વિદેશમાં રાખવામાં આવેલા ફંડને ટ્રેક કરવા અને પાછું લાવવાના સંદર્ભમાંસીતારામને જણાવ્યું હતું કે બ્લેક મની એક્ટ (2015)એ કરદાતાઓ અને વિદેશી સંપત્તિ જાહેર કરનારા ભારતીય નાગરિકો પર હકારાત્મક અસર કરી છે. આવી જાહેરાત કરનારા કરદાતાઓની સંખ્યા 2024/25માં બે લાખ થઈ ગઈ હતી, જે 2021-22માં 60,467 હતી.

 

LEAVE A REPLY