(istockphoto)

આફ્રિકા ખંડમાં સ્ટાફ સર્વિસના સંદર્ભમાં 2024માં કેન્યા એરવેઝે પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે, જ્યારે સાઉથ આફ્રિકન એરવેઝ બીજા સ્થાને રહી છે. આ યાદીમાં ત્રીજા સ્થાને રવાન્ડા એર અને ચોથા સ્થાને એર લિન્ક રહી છે, એમ તાજેતરના સ્કાયટ્રેક્સના રીપોર્ટમાં જણાવાયું હતું.

“આફ્રિકાનું ગૌરવ” ગણાતી કેન્યા એરવેઝ ખંડની અગ્રણી એરલાઇન્સમાંની એક છે. તે આફ્રિકાને વિશ્વ સાથે જોડતા તેના વ્યાપક નેટવર્ક માટે જાણીતી છે. ગ્રાહક સંતોષ માટે એરલાઇનની પ્રતિબદ્ધતાને કારણે તેને અનેક એવોર્ડ પણ મળ્યાં છે.

બીજા સ્થાન રહેલી સાઉથ આફ્રિકન એરવેઝ (SAA) દક્ષિણ આફ્રિકાની નેશનલ કેરિયર છે અને તે તેના સમગ્ર નેટવર્કમાં ટોચના-સ્તરની સેવા પૂરી પાડવા માટે જાણીતી છે. SAA તેની આરામદાયક બેઠક, વિવિધ મનોરંજન વિકલ્પો અને ફ્લાઇટમાં સ્વાદિષ્ટ ભોજન માટે જાણીતી છે. એરલાઇનનો ફ્રિક્વન્ટ ફ્લાયર પ્રોગ્રામ વોયેજર તેના વફાદાર ગ્રાહકો માટે ઉત્તમ લાભો અને પુરસ્કારો પણ આપે છે.

રવાન્ડાની સત્તાવાર એરલાઇન તરીકે રવાન્ડાએરે વિશ્વાસપાત્ર અને પેસેન્જર-કેન્દ્રિત કેરિયર તરીકે તેની પ્રતિષ્ઠા મજબૂત બનાવી છે. 12થી વધુ એરક્રાફ્ટના કાફલા તથા આફ્રિકા, એશિયા, યુરોપ અને મધ્ય પૂર્વમાં ફેલાયેલા વ્યાપક રૂટ નેટવર્ક સાથે તે તેના ગ્રાહકો માટે સરળ અને આનંદપ્રદ મુસાફરીની ખાતરી આપે છે.

ચોથા સ્થાને રહેલી એરલિંક દક્ષિણ આફ્રિકાની પ્રાદેશિક એરલાઇન છે, જે દક્ષિણ આફ્રિકામાં નાના સમુદાયોને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નિયમિતતા અને સુવિધા માટે જાણીતી, એરલિંક વિશ્વસનીય પ્રાદેશિક ફ્લાઇટ્સ શોધી રહેલા પ્રવાસીઓ માટે પસંદગીની એરલાઇન બની છે.

પાંચમાં સ્થાને રહેલી ઇજિપ્ત એર ઇજિપ્તની રાષ્ટ્રીય એરલાઇન છે તથા દાયકાઓથી આફ્રિકન અને મધ્ય પૂર્વીય ઉડ્ડયન બજારની મુખ્ય ખેલાડી છે. મે 1932માં સ્થપાયેલી આ એરલાઇન આફ્રિકા, મધ્ય પૂર્વ, યુરોપ, એશિયા અને અમેરિકાનો સમાવેશ કરીને વિશ્વભરમાં 80થી વધુ સ્થળોએ સેવા આપે છે. એરલાઇનનો ફ્રિક્વન્ટ ફ્લાયર પ્રોગ્રામ ઇજિપ્તએર પ્લસ ગ્રાહકોને વધારાના લાભો અને પુરસ્કારો પ્રદાન કરે છે.

છઠ્ઠા ક્રમે રહેલી ઈથોપિયન એરલાઈન્સ, કાફલાના કદ અને નેટવર્કના સંદર્ભમાં આફ્રિકાની સૌથી મોટી એરલાઈન્સ છે. તેને ગ્રાહક સેવા માટે ઉચ્ચ ધોરણો સ્થાપિત કર્યાં છે. તે બોઇંગ 787 ડ્રીમલાઇનરનું સંચાલન કરતી ગણીગાંઠી એરલાઇન્સમાંની એક છે, જે મુસાફરોને વધુ આરામદાયક અને ઇકો-ફ્રેન્ડલી ઉડાનનો અનુભવ આપે છે. મુસાફરો એરલાઇનના આધુનિક કાફલા, કાર્યક્ષમ ચેક-ઇન પ્રક્રિયાઓ અને સચેત સ્ટાફની પ્રશંસા કરે છે.

એર મોરિશિયસ તેના ઉષ્માભર્યા સ્વાગત માટે અલગ તરી આવે છે, જે મોરિશિયન આતિથ્યની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપે છે. એરલાઇનનો સ્ટાફ તેમની મિત્રતા અને સમર્પણ માટે જાણીતો છે, જે આરામદાયક અને આનંદપ્રદ પ્રવાસમાં યોગદાન આપે છે.

આઠમાં ક્રમે આવેલી રોયલ એર મેરોક મોરોક્કોની નેશનલ એરલાઇન છે. તેની સ્થાપના 1953માં થઈ હતી અને ત્યારથી તેને મોરોક્કોને વિશ્વ સાથે જોડવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. એરલાઇન એક મજબૂત લોયલ્ટી પ્રોગ્રામ સફર ફ્લાયર પણ ઓફર કરે છે. રોયલ એર મેરોકના ક્રૂ સભ્યોની તેમની સૌજન્યતા અને સહાયતા માટે વારંવાર પ્રશંસા કરવામાં આવે છે.

આફ્રિકન ઉડ્ડયન બજારમાં લીફ્ટ તુલનાત્મક રીતે નવી ખેલાડી છે, તે ગ્રાહક સેવા માટેના તેના નવીન અભિગમ માટે ઝડપથી ઓળખ મેળવી રહી છે. LIFT યુઝર-ફ્રેન્ડલી બુકિંગ અનુભવ, સુવ્યવસ્થિત ચેક-ઇન અને ઇન-ફ્લાઇટ સુવિધાઓ ઓફર કરે છે.

દસમાં સ્થાને આવેલી લો-કોસ્ટ એરલાઇન ફ્લાયસફરે પોસાય તેવા ભાવે અસાધારણ સેવા પ્રદાન કરવાની પ્રતિબદ્ધતા સાથે પોતાનું નામ બનાવ્યું છે. લો કોસ્ટ મોડલ હોવા છતાં તે કાર્યક્ષમ સેવા, મૈત્રીપૂર્ણ સ્ટાફ અને સમયસર ફ્લાઇટ શેડ્યૂલ સાથે ગ્રાહકના સંતોષને પ્રાથમિકતા આપે છે.

 

 

LEAVE A REPLY