ટૂટીંગ બાલ સંસ્કાર ગૃપ દ્વારા શનિવાર 13મી જુલાઈ 2024ના રોજ તેમના ‘એન્યુઅલ ડે’ની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થના, શ્લોક અને સ્તુતિથી કરવામાં આવી હતી. આ પ્રસંગે નાના અને મોટા બાળકો દ્વારા અને માતાપિતા દ્વારા નૃત્યો રજૂ કરાયા હતા.
તમામ વર્ગની પ્રવૃત્તિઓ, તહેવારો અને પ્રસંગોની ઉજવણીની ઝલક સાથેનો સ્લાઇડ શો દર્શાવવામાં આવ્યો હતો. તમામ બાળકોને પ્રમાણપત્રો નાયત કરાયા હતા. આ પ્રસંગે ડો. આશિષ પટેલે તમામ દાતાઓ, શિક્ષકો, વાલીઓ અને સ્વયંસેવકોનો વિશેષ આભાર માન્યો હતો. પ્રાર્થના, ભારતીય રાષ્ટ્રગીત અને ભવ્ય ડીનર સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.