ટૂટીંગ બાલ સંસ્કાર ગૃપના સ્થાપક અને નેતા ડૉ. આશિષ પટેલને સાઉથ લંડનના ટૂટીંગમાં સ્થાનિક હિંદુ સમુદાયની નિઃસ્વાર્થ સેવાઓ અને અતુલ્ય યોગદાન બદલ વૉન્ડ્સવર્થના મેયર દ્વારા વૉન્ડ્સવર્થ સિવિક એવોર્ડ 2024 રનર્સ-અપ બેજ એનાયત કરવામાં આવ્યો છે.

ટૂટીંગ બાલ સંસ્કાર ગૃપ 2019થી ચાલતું વોલંટીયર્સ આધારિત જૂથ છે જ્યાં બાળકોને હિન્દુ ધર્મના મૂળભૂત સિદ્ધાંતો અને ગુજરાતી ભાષા  શીખવવામાં આવે છે. બાળકોને સંસ્કાર સિંચન ઉપરાંત બોલિવૂડ ડાન્સનું પ્લેટફોર્મ પણ મળે છે. ગૃપની બાળાઓએ સાઉથ લંડન વિસ્તારમાં અનેક કાર્યક્રમોમાં વિવિધ ડાન્સ પરફોર્મન્સનું પ્રદર્શન કર્યું છે. આ જૂથે દ્વારા નવરાત્રી, દિવાળી, દેવ દિવાળી, ગીતા જયંતિ અને તાજેતરમાં ક્રિસમસની ઉજવણી કરી હતી.

ડૉ. આશિષ પટેલે જણાવ્યું હતું કે ‘’અમે વિવિધતામાં માનીએ છીએ અને સમાજમાં માનવતા ફેલાવવા ઉપરાંત બાળકોએ આનંદ, પ્રેમ ફેલાવતા તમામ તહેવારોને સ્વીકારવાની જરૂર છે.’’

LEAVE A REPLY