ફાર રાઇટ નેતા ટોમી રોબિન્સન પર સાયપ્રસ સ્થિત હોલિડે રિસોર્ટમાંથી “ભડકાઉ ઓનલાઈન પોસ્ટ્સ” દ્વારા રમખાણો ભડકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગત સપ્તાહની શરૂઆતમાં કોર્ટનો તિરસ્કાર કરવાના કેસમાં સુનાવણી માટે હાજર થવામાં નિષ્ફળ રહ્યા બાદ ટોમીએ યુકે છોડ્યા પછી તેની ધરપકડ માટે નવું વોરંટ જારી કરવામાં આવ્યું હતું.