ગુજરાતના સૌરાષ્ટ્ર રવિવાર સતત ચોથા દિવસે ભારે વરસાદ ચાલુ રહેતા અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. પોરબંદર અને દ્વારકા જિલ્લામાં છેલ્લાં ત્રણ દિવસથી મેઘપ્રકોપનો સામનો કરી રહ્યાં છે. અનેક ગામડાંઓના સંપર્ક તૂટી ગયા હતાં અને અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, બચાવ અને રાહત કામગીરી અને NDRF ટીમોની તૈનાત કરવામાં આવી હતી. રાજ્યમાં 20 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સિઝનનો 37 ટકા વધુ વરસાદ થયો હતો, જ્યારે બાકીના ગુજરાતમાં વરસાદની આશરે 24 ટકા ઘટ રહી હતી. બે દિવસમાં સિઝનનો આશરે 80 ટકા વરસાદ થતાં પોરબંદર જળમગ્ન બન્યું હતું.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) એ જણાવ્યું હતું કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં શનિવારે સાંજે 6 વાગ્યે પૂરા થયેલા 12 કલાકમાં 163 મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત જૂનાગઢ શહેર અને તાલુકામાં 133 મીમી વરસાદ, ગીર સોમનાથ જીલ્લાના પાટણ-વેરાવળમાં 117 મીમી વરસાદ નોંધાયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત જિલ્લાઓમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની 10 ટીમો તૈનાત કરવામાં આવી હતી અને પાણી ભરાયેલા નીચાણવાળા વિસ્તારોમાંથી ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા બચાવ અને રાહત કામગીરી ચાલી રહી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના દ્વારકા જિલ્લામાં અસાધારણ રીતે ભારે વરસાદ થયો હતો તથા જૂનાગઢ અને પોરબંદરમાં કેટલાંક સ્થળોએ અત્યંત ભારે વરસાદ થયો હતો. સૌરાષ્ટ્ર અને કચ્છ પર એક સાઇક્લોનિક સર્ક્યુલેશન ઊભું થયું છે અને તે દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. તેથી મંગળવારે સવાર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે.
ભારે વરસાદ વચ્ચે કેન્દ્રીય શ્રમ પ્રધાન અને પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા અને રાહત પ્રયાસોનું સંકલન કરવા તેમના મતવિસ્તારમાં પહોંચ્યા હતા.
શુક્રવાર, 19 જુલાઇ સાંજે 6 વાગ્યે પૂરા થયેલા 36 કલાકના સમયગાળામાં પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો, જેમાં પોરબંદર તાલુકામાં 565 મિલીમીટર વરસાદ થયો હતો. ભારે વરસાદને કારણે આ જિલ્લાઓમાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં, જેના પરિણામે કેટલાક રસ્તાઓ, કોઝવે અને અંડરપાસ બંધ થતાં ટ્રાફિક જામ થયો હતો. પોરબંદર તાલુકામાં 36 કલાકના સમયગાળામાં 565 મીમી વરસાદ નોંધાયો હતો, જે રાજ્ય માટે સૌથી વધુ હતો. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં 412 મીમી, જૂનાગઢના કેશોદ તાલુકામાં 401 મીમી, જૂનાગઢના કેશોદ તાલુકામાં 353 મીમી વરસાદ નોંધાયો હતો. જૂનાગઢના વંથલી તાલુકામાં અને પોરબંદરના રાણાવાવ તાલુકામાં 330 મીમી વરસાદ ખાબક્યો હતો. પોરબંદરના માણાવદર તાલુકામાં 212 મીમી, જૂનાગઢ જીલ્લાના માળીયા હાટીના તાલુકામાં 191 મીમી, જૂનાગઢ શહેરમાં 171 મીમી અને જૂનાગઢના મેંદરડા તાલુકામાં 164 મીમી વરસાદ નોંધાયો હતો.
પોરબંદરના કલેક્ટર કેડી લાખાણીએ પત્રકારોને જણાવ્યું હતું કે આ દરિયાકાંઠાના પ્રદેશમાં ભારે વરસાદ અને ટોપોગ્રાફીને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલીક અલગ-અલગ ઘટનાઓમાં, અમે કેટલાક લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડ્યા છે. જોકે, પાણીનો ભરાવો નિયંત્રણમાં છે. પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને સત્તાવાળાઓ સતર્ક છે,”