(ANI Photo)

ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ટીમના 3 ખેલાડીઓને ભારત પરત મોકલવાનો નિર્ણય ક્રિકેટ બોર્ડે કર્યો હતો. આ ત્રણેય ખેલાડીઓ ઝડપી બોલર છે અને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝમાં તેમને હજી સુધી તક મળી નથી.

સ્વદેશ પરત ફર્યા બાદ આ ખેલાડીઓ 21 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી વિજય હજારે ટ્રોફીમાં રમશે. ભારત પાછા જનારા ખેલાડીઓમાં મુકેશ કુમાર, યશ દયાલ અને નવદીપ સૈનીનો સમાવેશ થાય છે. આ ત્રણે ભારતીય ટીમના રીઝર્વ ખેલાડી હતા.

ભારતીય ટીમમાં હજુ પણ 5 ઝડપી બોલર – જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ કૃષ્ણા છે. મુકેશ અને સૈની ઈન્ડિયા એ ટીમ સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયા હતા

LEAVE A REPLY