હીરા ઉદ્યોગમાં પ્રવર્તી રહેલી મંદીના કારણે અમરેલીમાં હીરાના ૫૦૦ જેટલા કારખાનાં ઠપ્પ થઇ ગયા છે. આથી આ ઉદ્યોગ સાથે સંકળાયેલા હજારો કારીગર બેરોજગાર થઇ ગયા છે. એક અંદાજ મુજબ 47 હજાર કારીગરો બેરોજગાર હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલીક જગ્યાએ કારખાના 12ના બદલે 6 કલાક જ કાર્યરત રહે છે. અગાઉની તુલનાએ રત્ન કલાકારોને ઓછો પગાર ચૂકવાય છે. એક સમયે અમરેલી જિલ્લામાં 1200 કારખાના હતાં. જોકે હીરા ઉદ્યોગમાં મંદી માહોલ સર્જાતા અત્યારે અમરેલીમાં 900 કારખાના કાર્યરત છે, જેમાં ૫૦ હજાર જેટલા રત્નકલાકારો કામ કરે છે. આમ, ફરીથી મંદીના કારણે અમરેલી જિલ્લામાં 500 જેટલા કારખાનાને તાળા લાગી ગયા છે.
દિવાળી અગાઉ કારખાના બંધ થયા પછી લાભપાંચમ બાદ પણ કારખાના શરૂ ન થતાં રત્ન કલાકારો મુશ્કેલીમાં મુકાયા છે. દિવાળીના તહેવાર પછી લાઠી, અમરેલી, બાબરા, બગસરા, સાવરકુંડલા સહિતના તાલુકાના નાના મોટા હીરાના કારખાનાના ધંધા પર મોટી અસર પડી છે. અહીં ખેતી બાદ લોકો હીરા ઉદ્યોગ પર નભે છે. આ કારણે યુવકો પણ ખેતીનો વિકલ્પ અપનાવી રહ્યા છે.

LEAVE A REPLY