Strong earthquake of 6.9 in Taiwan, tsunami alert in Japan
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાતના કચ્છ જિલ્લામાં સોમવાર સવારે 3.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. જોકે તેનાથી કોઇ જાનહાની કે નુકસાનના અહેવાલ મળ્યાં ન હતા.

ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ સિસ્મોલોજીકલ રિસર્ચ (ISR)એ જણાવ્યું હતું સવારે 10.05 કલાકે આંચકો નોંધાયો હતો, તેનું કેન્દ્રબિંદુ રાપરથી 12 કિમી પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમમાં હતું. ISR ડેટા દર્શાવે છે કે આ મહિનામાં અત્યાર સુધીમાં રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ પ્રદેશમાં નોંધાયેલ 3થી વધુની તીવ્રતાનો આ ચોથો આંચકો છે.

ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (જીએસડીએમએ) જણાવ્યા મુજબ ગુજરાતમાં ભૂકંપનું જોખમ ઘણું વધારે છે. છેલ્લા 200 વર્ષોમાં રાજ્યે નવ મોટા ભૂકંપનો સામનો કરવો પડ્યો છે.2001નો કચ્છનો ભૂકંપ છેલ્લી બે સદીઓમાં ભારતમાં ત્રીજો સૌથી મોટો અને બીજો સૌથી વિનાશક ધરતીકંપ હતો.26 જાન્યુઆરી 2001ના રોજ, ગુજરાતમાં 6.9ની તીવ્રતાનો ધરતીકંપ આવ્યો હતો અને તેનું કેન્દ્ર કચ્છમાં ભચાઉ પાસે હતું. આ ભૂકંપમાં લગભગ 13,800 લોકોના મોત થયા હતાં અને અન્ય 1.67 લાખ લોકો ઘાયલ થયાં હતા.

LEAVE A REPLY