(Photo by STR/AFP via Getty Images)
ક્રિતિ સેનન અને તાપસી પન્નુ ફિલ્મોમાં ભલે એકબીજાની હરિફ હશે પરંતુ ફિલ્મોની બહાર તેઓ બંને એકબીજા સાથે ઘણો ગાઢ મિત્રતા ધરાવે છે. લેખિકા અને નિર્માત્રી કનિકા ધિલ્લોં તેમની કોમન ફ્રેન્ડ છે. તેણે આ બંનેની તસવીરો પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ કરી હતી, જેમાં તાપસી અને ક્રિતિ સાથે મજા કરતી જોવા મળે છે.
ક્રિતિ બ્લૂ ડેનિમ અને વ્હાઇટ ટોપમાં હતી જ્યારે તાપસીએ વ્હાઇટ સ્કર્ટ અને બ્લૂ ટોપ પહેર્યું હતું. તેમણે બંનેએ તાહિરા કશ્યપની ફિલ્મ ‘શર્માજી કી બેટી’ના સ્ક્રિનિંગમાં હાજરી આપી હતી. કનિકાએ પોતાની સ્ટોરીની કેપ્શનમાં લખ્યું હતું કે,“આ છે મારું 2024, મારી લવલી બ્યૂટીઝ સાથે – બંને જોરદાર. અમને શુભેચ્છાઓ.”
ક્રિતિ તેના વર્સેટાઈલ રોલ અને ફેશનની સેન્સ માટે જાણીતી છે, તે તાજેતરમાં જ લંડનમાં સરસ રજાઓ માણીને મુંબઈ પરત ગઇ છે. તે પોતાના સોશિયલ મીડિયા દ્વારા પોતાની લંડનની સફરની ઝલક આપતી રહી હતી.

LEAVE A REPLY