વડા પ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝને મળ્યા હતા. (ANI Photo)

અમરેલી જિલ્લાના લાઠી ખાતે જાહેરસભાને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 28 ઓક્ટોબરે જણાવ્યું હતું કે વિશ્વ હવે ભારતને ધ્યાનથી અને ગંભીરતાથી સાંભળી રહ્યું છે અને દરેક વ્યક્તિ નવી આશા સાથે દેશ તરફ જોઈ રહી છે અને વિવિધ ક્ષેત્રોમાં વિશાળ સંભાવનાઓની ચર્ચા કરી રહી છે.

રૂ 4,800 કરોડના વિકાસ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા બાદ તેમણે કહ્યું હતું કે તાજેતરના બ્રિક્સ સમિટમાં ભાગ લેનારા દેશોએ ભારત સાથે હાથ મિલાવવાની અને ભાગીદાર કરવાની આતુરતા વ્યક્ત કરી હતી.જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે ગયા અઠવાડિયે નવી દિલ્હીની તેમની મુલાકાત દરમિયાન જાહેરાત કરી હતી કે તેમનો દેશ દર વર્ષે 90,000 ભારતીયોને વિઝા આપશે અને હવે આ અંગેનું કૌશલ્ય કેળવવાની જવાબૂદારી દેશના યુવાનો પર છે. જેમ જેમ આપણે વિકાસ કરવાનું ચાલુ રાખીએ છીએ તેમ તેમ વિશ્વ મંચ પર ભારતનું ગૌરવ અને પ્રભાવ વધી રહ્યો છે. સમગ્ર વિશ્વ ભારત તરફ નવી આશા અને નવી દ્રષ્ટિ સાથે જોઈ રહ્યું છે. લોકો ભારતની ક્ષમતાને ઓળખવા લાગ્યા છે. આજે સમગ્ર વિશ્વ ભારતને ગંભીરતાથી સાંભળે છે. દરેક દેશ ભારતમાં રોકાણની સંભાવના વિશે પૂછે છે.

મોદીએ જણાવ્યું હતું કે 2007માં અમરેલી જિલ્લામાં ડેરી સહકારી સંસ્થા શરૂ કરવામાં આવી હતી ત્યારે તેની સાથે માત્ર 25 ગામો સંકળાયેલા હતા, પરંતુ હવે તે સંખ્યા વધીને 700 થઈ ગઈ છે. કેન્દ્ર સરકારની પોર્ટ-નેતૃત્વ વિકાસ પહેલ હેઠળ અમરેલી જિલ્લાના બંદરોનો વિકાસ કરવામાં આવશે.

LEAVE A REPLY