Iભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટ, 2024 ના રોજ ભારતના દિલ્હીમાં ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણી દરમિયાન રાષ્ટ્રને સંબોધિત કરે છે. REUTERS/Altaf Hussain

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવાર, 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસરે દિલ્હીના લાલા કિલ્લા પરથી સતત 11મી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ત્રીજી ટર્મના પ્રથમ સ્વતંત્રતા દિવસના સંબોધન સાથે મોદી ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની આગળ નીકળી ગયા હતા. મનમોહન સિંહે 2004-2014 દરમિયાન લાલ કિલ્લા પરથી 10 વખત ત્રિરંગો ફરકાવ્યો હતો. જવાહરલાલ નેહરુ અને ઈન્દિરા ગાંધીએ અનુક્રમે 17 અને 16 વખત આ સન્માન મેળવ્યું છે.

અગાઉ બુધવારે દેશભરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવ્યો ત્યારે વડાપ્રધાને દેશમાં એકતા અને ભાઈચારાના બંધનનું રક્ષણ કરવા સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. માઈક્રોબ્લોગિંગ સાઈટ X પર એક પોસ્ટ કરીને PM મોદીએ એવા અસંખ્ય લોકોને યાદ કર્યા જેમને ભાગલાની ભયાનકતાથી ખૂબ સહન કરવું પડ્યું હતું. તેમની હિંમતને શ્રદ્ધાંજલિ આપવાનો પણ આ દિવસ છે, જે માનવીય પ્રતિકાર શક્ત દર્શાવે છે. વિભાજનથી પ્રભાવિત થયેલા ઘણા લોકોએ તેમના જીવનનું પુનઃનિર્માણ કર્યું છે અને અપાર સફળતા પ્રાપ્ત કરી છે. આજે અમે અમારા રાષ્ટ્રમાં એકતા અને ભાઈચારાના બંધનોને હંમેશા સુરક્ષિત રાખવાની અમારી પ્રતિબદ્ધતાને પુનરાવર્તિત કરીએ છીએ.

LEAVE A REPLY