(ANI Photo/Sansad TV)

ચાર નોમિનેટેડ સાંસદોની નિવૃત્તિથી રાજ્યસભામાં ભાજપનું સંખ્યાબળ ઘટી 86 થઈ ગયું છે. આની સાથે સંસદના ઉપલા ગૃહમાં ભાજપના વડપણ હેઠળના NDAનું સંખ્યાબળ 101 થઈ ગયું છે, જે 245 સભ્યોના ગૃહમાં  બહુમતીના 113 આંકડાથી નીચે છે. રાજ્યસભામાં શનિવારે ભાજપનું સંખ્યાબળ ચાર ઘટી ગયું હતું. રાકેશ સિન્હા, રામ શકલ, સોનલ માનસિંહ અને મહેશ જેઠમલાણી સહિતના નોમિનેટેડ સભ્યોનો કાર્યકાળ પૂરો થયો હતો.

સત્તાધારી પક્ષની સલાહ પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ચારેયની પસંદગી કરી હતી. રાજ્યસભામાં વર્તમાન સંખ્યા 225 છે. કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિયા ગઠબંધન પાસે 87 સભ્યો છે, જેમાંથી કોંગ્રેસ પાસે 26, બંગાળની સત્તાધારી તૃણમૂલ પાસે 13, અને દિલ્હી અને તમિલનાડુમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી અને DMK પાસે 10-10 છે. બાકીના સભ્યો ભાજપ કે કોંગ્રેસ સાથે જોડાયેલા નથી તેવા પક્ષોના છે. આનો અર્થ એવો થાય છે કે ભાજપે ઇન્ડિયા કે તેના ગઠબંધનમાં જોડાયેલા નથી તેવા સભ્યો પર આધાર રાખવો પડશે.

LEAVE A REPLY