પ્રતિકાત્મક તસવીર (istockphoto)

વિદેશ મંત્રાલયે લોકસભામાં રજૂ કરેલા ડેટા મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં વિદેશમાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. 2022માં આ સંખ્યા 0.75 મિલિયન હતી જે 2023માં વધી 0.93 મિલિયન થઈ અને હવે 1.33 મિલિયન થઈ ગઈ છે. સૌથી વધુ 4.27 લાખ વિદ્યાર્થીઓ કેનેડામાં, ત્યારબાદ 3.37 લાખ વિદ્યાર્થીઓ અમેરિકામાં અને 1.85 લાખ વિદ્યાર્થીઓ બ્રિટનમાં અભ્યાસ કરે છે.

વિદેશ મંત્રાલયના જવાબ મુજબ હજુ પણ 2510 ભારતીય વિદ્યાર્થીઓ યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં શિક્ષણ મેળવી રહ્યા છે. 2018થી અત્યાર સુધીમાં 28 લાખથી વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયા છે. પરત આવતા વિદ્યાર્થીઓની સંખ્યા અંગે મંત્રાલયે કહ્યું કે તેઓએ અભ્યાસ કર્યા બાદ ભારત પરત ફરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓનો ડેટા જાળવી રાખ્યો નથી.

LEAVE A REPLY