(Photo by Gareth Copley/Getty Images)

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC)એ અમેરિકાની નેશનલ ક્રિકેટ લીગ (NCL) સામે એક વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે અને તેની ભાવિ ટુર્નામેન્ટને મંજૂરી ન આપવાનો કર્યો છે. પ્લેઈંગ-11 સહિત ઘણા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ લીગ સામે કડક કાર્યવાહી કરાઈ હતી. આ નિર્ણયની જાણ યુએસએ ક્રિકેટ (યુએસએસી)ને કરવામાં આવી હતી.
ICC પ્લેઇંગ ઇલેવન નિયમો અનુસાર, લીગમાં ઓછામાં ઓછા 7 USAC-સંલગ્ન અથવા સંકળાયેલ ખેલાડીઓને મેદાનમાં ઉતારવા જોઈએ પરંતુ NCLએ તેનું ઉલ્લંઘન કર્યું છે.

એનસીએલએ વસીમ અકરમ અને વિવિયન રિચર્ડ્સ જેવા હાઈ-પ્રોફાઈલ એમ્બેસેડરની નિમણૂક કરીને ઉત્તેજના પેદા કરવાનો પ્રયાસ કર્યો હતો. સચિન તેંડુલકર અને સુનીલ ગાવસ્કર પણ લીગના માલિકી જૂથનો ભાગ હતાં. આ અગ્રણી ખેલાડીઓની હાજરી હોવા છતાં લીગ શરૂઆતથી જ ઓપરેશનલ સમસ્યાઓનો ભોગ બની હતી. પ્લેઇંગ ઇલેવનના નિયમો ઉપરાંત છ કે સાત વિદેશી ખેલાડીઓને બહુવિધ કિસ્સાઓમાં મેદાનમાં ઉતાર્યા હતા. મેદાનોની પિચોની ગુણવત્તા પણ સામે પણ સવાલ ઊભા થયા હતા. વહાબ રિયાઝ અને ટાઇમલ મિલ્સ જેવા બોલરોને બેટ્સમેનોને ઇજાઓ ન થાય તે માટે સ્પિન બોલિંગ કરવાની ફરજ પડાઈ હતી.

 

LEAVE A REPLY