પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાતના દરિયાકાંઠે 20,000 હેક્ટરમાં મેન્ગ્રોવના બાયો-શિલ્ડની સ્થાપના કરવાનો ઉદ્દેશ્ય ધરાવતા પ્રોજેક્ટ ધ ગ્રેટ ગ્રીન વોલ ઓફ ગુજરાત (GGWG)નો યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCC)એ વિશ્વના 31 ‘ઇમ્પેક્ટ મેકર’ પ્રોજેક્ટમાં સ્થાન આપ્યું છે. આ પ્રોજેક્ટનું નેતૃત્વ VIKAS સેન્ટર ફોર ડેવલપમેન્ટ દ્વારા કરવામાં આવે છે અને તે 2023થી 2053 સુધીના 30-વર્ષનો સમયગાળા સુધી વિસ્તરેલો છે.

વિકાસ સેન્ટર ફોર ડેવલપમેન્ટના મેનેજિંગ ટ્રસ્ટી રાજેશ શાહે જણાવ્યું હતું કે GGWG સમુદ્રના સ્તરમાં વધારો, જમીનનું ધોવાણ અને ખારાશનો સામનો કરી રહેલા સમુદાયો માટે પર્યાવરણીય રક્ષણ અને આર્થિક સ્થિરતા બંને પ્રદાન કરે છે. પ્રોજેક્ટ શરૂ થયા પછીથી ગુજરાતના દરિયાકાંઠે લગભગ 3,000 હેક્ટરમાં મેન્ગ્રોવ્સની સ્થાપના કરવામાં આવી છે.
રાજેશ શાહે જણાવ્યું હતું કે સંપૂર્ણ 20,000-હેક્ટર બાયો-શિલ્ડ 1.3 લાખ લોકોને આબોહવા પરિવર્તન-સંબંધિત ઘટનાઓથી સુરક્ષિત કરીને, સ્થિર આવકના સ્ત્રોત પ્રદાન કરીને અને આર્થિક નબળાઈને ઘટાડીને સીધો લાભ કરશે.

LEAVE A REPLY