(ANI Photo/SansadTV)

કટોકટી પર કોંગ્રેસ પર પોતાના પ્રહારો ચાલુ રાખતા કેન્દ્ર સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે 25 જૂને દર વર્ષે ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે મનાવવામાં આવશે.

આ અંગેનું ગેઝેટ નોટિફિકેશન જારી કરી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે 25 જૂન, 1975માં તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંધીએ પોતાની તાનાશાહી માનસિકતાને દર્શાવતાં દેશમાં ઇમરજન્સી લગાવીને ભારતીય લોકતંત્રના આત્માનું ગળું દબાવ્યું હતું. લાખો લોકોને કારણ વિના જેલમાં નાખી દેવામાં આવ્યા હતાં અને મીડિયાનો અવાજ દબાવી દેવામાં આવ્યો હતો. ભારત સરકાર દર વર્ષે 25 જૂને ‘સંવિધાન હત્યા દિવસ’ના રૂપમાં ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ દિવસે તમામ લોકોના વિરાટ યોગદાનનું સ્મરણ કરાવશે, જેમને 1975ના ઇમર્જન્સીના અમાનવીય દર્દ સહન કર્યું છે.

અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પછી ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી. હાઈકોર્ટે રાયબરેલીથી વડાંપ્રધાન ઈન્દિરા ગાંધીની ચૂંટણીને રદ કરી હતી અને આગામી 6 વર્ષ માટે ચૂંટણી લડવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી ઈન્દિરા ગાંધીના રાજીનામાની માંગણીઓ શરૂ થઈ અને દેશમાં વિવિધ સ્થળોએ આંદોલનો થવા લાગ્યા હતા. સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આદેશને માન્ય રાખ્યો હતો. આ પછી કટોકટી જાહેર કરવામાં આવી હતી.

 

LEAVE A REPLY