India domestic airfare
 પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફ્લાઇટ્સમાં બોંબની શ્રેણીબદ્ધ ખોટી ધમકીઓ પછી સરકારે નાગરિક ઉડ્ડયન સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ માટે નવી માર્ગરેખાઓ જારી કરી છે. નવી ગાઇડલાઇન મુજબ બોંબની ધમકીની ગંભીરતાની વિચારણા કરતી વખતે એજન્સીઓ સોશિયલ મીડિયામાં ખોટા નામ અથવા અનામી એકાઉન્ટ, ભૌગોલિક રાજકીય પરિસ્થિતિનું વિશ્લેષણ અને ફ્લાઇટ્સમાં VIPની હાજરી જેવા નવા માપદંડ ધ્યાનમાં રાખશે.

છેલ્લાં બે સપ્તાહમાં આશરે 510 ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં બોંબની ખોટી ધમકીઓ પછી બ્યૂરો ઓફ સિવિલ એવિયેશન (BCAS)ને નવી ગાઇડલાઇન જારી કરી છે. વર્તમાન પ્રથા મુજબ બોમ્બના ખતરાનું વિશ્લેષણ કરવા માટે નિયુક્ત એરપોર્ટ પર બોમ્બ થ્રેટ એસેસમેન્ટ કમિટી (BTAC)ની બેઠક બોલવામાં આવે છે અને તે ધમકીને ગંભીર અથવા ખોટી ધમકી જાહેર કરે છે. આ સમિતિમાં BCAS, CISF, સ્થાનિક પોલીસ, એરપોર્ટ ઓપરેટર અને એરલાઇનના અધિકારીઓ અને કેટલીક અન્ય એજન્સીઓના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.

નવી ગાઇડલાઇન મુજબ આ સમિતિ ધમકીઓનું મૂલ્યાંકન કરવા તથા સોશિયલ મીડિયા પર જારી કરાયેલી ધમકીઓની વિશ્વસનીયતા અને ગંભીરતા નક્કી કરવા માટે બહુસ્તરીય અભિગમ અપનાવશે. સમિતિ ધમકીઓની વિશ્વસનીયતા નક્કી કરતાં પહેલા કેટલીક વધુ માહિતી પણ મેળવશે અને આ પછી ધમકી ગંભીર છે કે ખોટી છે તે નક્કી કરશે. જો ધમકી ગંભીર હશે તો સિક્યોરિટી પ્રોટોકોલ અમલી બનશે, તે મુજબ વિમાનને ડાઇવર્ટ કરાશે, તેને આઇસોલેશન-બે પર મોકલવામાં આવશે તથા તેનું સંપૂર્ણ ચેકિંગ કરાશે.

LEAVE A REPLY