. (PTI Photo)

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે ગુજરાતની સૌથી મોટી પોલીસ લાઇનનો શિલાન્યાસ કર્યો હતો. આ પોલીસ કોલોનીમાં 920 પોલીસ કર્મચારીઓના પરિવારો રહી શકશે.આ સમારોહમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતાં.

મકરસંક્રાંતિના અવસરે ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનનો આ પ્રોજેક્ટ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં અમલી બનાવશે. જેમાં 23,697 ચો.મી.ના વિસ્તારમાં ફેલાયેલા દરેક 13 માળના 18 ટાવરનો સમાવેશ થાય છે.દરેક ફ્લેટ 55 ચોરસ મીટરના કાર્પેટ વિસ્તાર સાથે 2-BHK ફર્નિશ્ડ યુનિટ હશે. રૂ.242 કરોડના ખર્ચનો અંદાજિત આ પ્રોજેક્ટ 27 મહિનામાં પૂરો થવાની ધારણા છે.પોલીસ લાઇનમાં 930 કાર, બે લિફ્ટ, ખુલ્લો બગીચો, વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સોલાર રૂફટોપ અને વીજળી બેકઅપ સિસ્ટમ હશે.

બુધવારે અમિત શાહ અંબોડ ગામ નજીક સાબરમતી નદી પર બેરેજનો શિલાન્યાસ કરશે અને ગાંધીનગરમાં માણસામાં એક સર્કિટ હાઉસનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. સત્તાવાર રીલીઝ મુજબ, તેઓ સાણંદથી કલોલને જોડતા ટુ-લેન રોડને ફોર લેન રોડમાં રૂપાંતરિત કરવાનો પ્રોજેક્ટ શરૂ કરશે. બપોરે તેઓ કલોલ તાલુકા કેળવણી મંડળ નામની એક શૈક્ષણિક સંસ્થાના કેમ્પસમાં ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કર્યા બાદ કલોલ ખાતે લોકોને સંબોધશે. અમિત શાહ સાંજે ગાંધીનગરના સઈજ ગામ નજીક રેલવે અંડરબ્રિજ અને અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી ક્રિષ્ના શાલ્બી મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ગુજરાતની પ્રથમ બોન બેંકનું ઉદ્ઘાટન કરશે.

16 જાન્યુઆરીના રોજ શાહ મહેસાણા જિલ્લાના વડનગર શહેરની મુલાકાત લેશે જેમાં મ્યુઝિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ સહિત અનેક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન થશે.તેઓ સાયન્સ કોલેજ ખાતે એક સભાને પણ સંબોધશે, વડનગરમાં હાટકેશ્વર મંદિરની મુલાકાત લેશે અને મહેસાણામાં ગણપત યુનિવર્સિટીના 18મા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેશે.અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી તમામ ઈન્ટરનેશનલ એરપોર્ટ માટે ફાસ્ટ-ટ્રેક ઈમિગ્રેશન પ્રોગ્રામ શરૂ કરશે

LEAVE A REPLY