અમદાવાદ-મુંબઇ વચ્ચેના બહુચર્ચિત બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની પ્રથમ ટ્રાયલ 2026માં સુરત અને બિલિમોરા વચ્ચે વચ્ચે શરૂ થશે. સરકાર આ પ્રોજેક્ટ માટે રૂ. 1 લાખ 8 હજાર કરોડનો ખર્ચ કરી રહી છે. આ અંગે હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટના ડાયરેકટર પ્રમોદ શર્માએ કહ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેકટ મુંબઈથી અમદાવાદ વચ્ચે 508 કિલોમીટર સુધી પથરાયેલો છે. જેમાં 156 કિલોમીટર સુધી મહારાષ્ટ્ર અને 352 કિલોમીટર ગુજરાત અને દમણમાં છે. આ પ્રોજેક્ટ માટે સૌપ્રથમ ગુજરાત અને દમણમાં જમીન મળી હતી અને જ્યારે 2023માં મહારાષ્ટ્રમાં જમીન મળી હતી.
જમીન ઉપલબ્ધ થયા પછી સિવિલનું કામ 4 વર્ષ સુધી ચાલ્યું અને ત્યારબાદ ઈલેક્ટ્રિક કામ શરૂ કરવામાં આવ્યું હતું. બુલેટ ટ્રેનમાં કુલ 12 સ્ટેશનો હશે, જે પૈકી 8 સ્ટેશન ગુજરાતમાં છે, જેનું કામ ચાલી રહ્યું છે. આ ટ્રેન 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. બુલેટ ટ્રેનની ઝડપ વધુ હોવાથી સીધા ટ્રેકની જરૂર હતી અને
હાઈસ્પીડ રેલવે પ્રોજેકટ માટે એશિયાની સૌથી મોટી જિયો ટેક્નિકલ લેબ સુરતમાં બનાવવામાં આવી છે.
સુરત અને બિલિમોરામાં એડવાન્સ સ્ટેશન બનશે, જ્યાં 2026માં બુલેટ ટ્રેનનો પ્રથમ ટ્રાયલ રન થશે. આ માટેની બધી જ ભારે મશીનરી અને સામાન હવે
દેશમાં જ બને છે. મેક ઈન ઈન્ડિયાના માધ્યમથી દરેક મશીન બનતા હોવાથી ઝડપી કામ શરૂ થયું છે. એક મહિનામાં 40 ગડર લોન્ચ કરવામાં આવી રહી છે. અવાજનું પ્રદૂષણ અટકાવવા નોઈઝ બેરીઅર પણ લગાવવામાં આવ્યા છે. શ્રમિકોને ટેકનોલોજી શીખવાડવા માટે જાપાનીઝ સહાયકોની મદદ લેવામાં આવી છે. સિવિલ અને ઈલેક્ટ્રિક કાર્ય નિર્ધારિત સમય મુજબ ચાલી રહ્યું છે.
વડોદરામાં 8 કિલોમીટરનો ટ્રેક રહેશે. વિશ્વામિત્રી નદીમાં 40 મીટરના બે એક્સપાન્સન લાગશે. જોકે આ 80 મીટરના એક્સપાન્સનથી નદીમાં અવરોધ ઊભો થતો નથી. 352 કિલોમીટરમાંથી 345 કિલોમીટરનું કામ પૂર્ણતાની સ્થિતિમાં છે. દરેક સ્ટેશન તેના કલ્ચરને રજૂ કરશે, જેમ કે આણંદ દૂધ માટે, વડોદરા વડના ઝાડ માટે, અમદાવાદ પતંગ માટે, સુરત ડાયમંડ માટે એ રીતે ત્યાં સ્ટેશન બનાવવામાં આવશે.

LEAVE A REPLY