(ANI Photo)

લેખક-દિગ્દર્શક રામ રેડ્ડીની ફિલ્મ ‘ધ ફેબલ’એ 38મા લીડ્ઝ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ એનાયત થતાં ઇતિહાસ સર્જાયો છે. કારણ કે આ એવોર્ડ જીતનારી આ પ્રથમ ભારતીય ફિલ્મ છે. 1987માં આ ફેસ્ટિવલ શરૂ થયો ત્યારથી કોઈ ભારતીય ફિલ્મે આ એવોર્ડ મળ્યો ન હોવાથી ભારતીય સિનેમા માટે એક નોંધપાત્ર સિદ્ધિ છે. અગાઉ ‘ધ ફેબલ’નું બર્લિનેલ ફિલ્મ ફેસ્ટિવલમાં વર્લ્ડ પ્રીમિયર યોજાયો હતો, તેમજ મામી મુંબઈ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મને સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ મળ્યો હતો.

આ અંગે ફિલ્મના ડાયરેક્ટર રામ રેડ્ડીએ કહ્યું,“લીડ્ઝ એક પ્રતિષ્ઠિત ફેસ્ટિવલ છે. આ ફેસ્ટિવલમાં પસંદ થયેલી ફિલ્મો તો અદ્દભુત હોય જ છે સાથે આ ફેસ્ટિવલને એકેડેમી એવોર્ડ માટેનો ક્વોલિફાયિંગ એવોર્ડ માનવામાં આવે છે, જેમાં આ વર્ષે 250 સુંદર ફિલ્મો દર્શાવાઈ. મને આ વર્ષના ફેસ્ટિવલમાં ‘ધ ફેબલ’ રજૂ કરવાની તક મળી અને આ ફિલ્મને ઓડિયન્સનો જે પ્રતિસાદ મળ્યો તે ખૂબ જ શાનદાર હતો. તેનાથી અમારો ઉત્સાહ ઘણો વધ્યો છે.આ પ્રકારના ફેસ્ટિવલમાં અમને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળવો એ એક ફિલ્મમેકર તરીકે હું આભારી અને સંતોષની લાગણી અનુભવું છું. હું આ એવોર્ડ અમારી સમગ્ર ટીમને સમર્પિત કરવા માગું છું, જેમના વર્ષોના પ્રયત્નો અને મહેનતથી આ ફિલ્મ જીવંત બની હતી.”

આ ફિલ્મના મુખ્ય અભિનેતા મનોજ બાજપાઈએ જણાવ્યું હતું કે, “આ ફિલ્મનો ભાગ બનીને હું ખૂબ ગૌરવ અનુભવું છું કે આ ફિલ્મ વિશ્વકક્ષાએ લોકોને સ્પર્ષી શકે છે. મારી સાથે પ્રિયંકા બોઝસ, દીપક ડોબરિયાલ અને તિલોત્તમા શોમેએ પણ અદ્દભુત કામ કર્યું છે. આ માત્ર અમારી ફિલ્મની જીત નહીં પણ ભારતીય સિનેમાની એક ગૌરવપૂર્ણ સિદ્ધિ છે.

આશા છે કે આ ફિલ્મ લોકોને પ્રેરિત કરતી રહે અને સ્પર્ષતી રહે.” ગુનીત મોંગાએ આ અંગે જણાવ્યું હતું, “આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો તેનાથી હું પણ ઘણો ઉત્સાહીત છું. આ ભારતીય સિનેમાની પહેલી જીત છે. રામ રેડ્ડીની દૃષ્ટિ અને મનોજ બાજપાઈના અભિનયનું આ પરિણામ છે. લોકો આ ફિલ્મ સાથે જોડાઈ શકે છે તે અમારા માટે ગૌરવની વાત છે.” આ ફિલ્મનું નિર્માણ ઇન્ડિયન-યુએસના પ્રોડક્શન દ્વારા સંયુક્ત રીતે થયું છે. આ ફિલ્મ આ પહેલાં ઘણા આંતરરાષ્ટ્રીય મહોત્સવોમાં રજૂ થઈ ચૂકી છે.

LEAVE A REPLY