(ANI Photo)
વિમ્બલ્ડન ટેનિસમાં ભારતના આ વખતે ફક્ત ચાર પુરૂષ ખેલાડીઓ મેદાનમાં હતા અને એ બધા જ ફક્ત પુરૂષોની ડબલ્સમાં રમ્યા હતા. બે ખેલાડીઓની જોડીનો પ્રથમ રાઉન્ડમાં જ પરાજય થયો હતો.
તો પીઢ સ્પર્ધક રોહન બોપન્ના તેના ઓસ્ટ્રેલિયન સાથે મેથ્યુ એબ્ડેન સાથે બીજા રાઉન્ડમાં હારી ગયો હતો, જે થોડું આઘાતજનક પરિણામ હતુ. આ બીજો ક્રમ ધરાવતી જોડી શનિવારે બિનક્રમાંકિત હરીફો, જર્મનીના કોન્સ્ટેન્ટીન ફ્રાન્ટઝેન અને હેન્ડ્રીક જેબેન્સ સામે સીધા સેટ્સમાં 3-6, 6-7થી હારી ગયા હતા. વિમ્બલ્ડન પુરૂષોની ડબલ્સનો આ સૌથી મોટો અપસેટ હતો. બોપન્ના – એબ્ડેન આ વર્ષની શરૂઆતે ઓસ્ટ્રેલિયન ઓપનમાં ચેમ્પિયન બન્યા હતા.
તેમના ઉપરાંત યુકી ભામ્બ્રી – અલ્બાનો ઓલિવેટ્ટીની જોડી પણ બીજા રાઉન્ડમાં જર્મન હરીફો સામે હારી ગઈ હતી. ભામ્બ્રી પુરૂષોની ડબલ્સમાં પ્રથમ વખત જ બીજા રાઉન્ડમાં પહોંચ્યો હતો. સુમિત નાગલ અને એન. શ્રીરામ બાલાજી પણ પોતાના પાર્ટનર્સ સાથે પ્રથમ રાઉન્ડમાં જ પરાજય સાથે બહાર નિકળી ગયા હતા. સુમિત નાગલ પહેલી જ વાર વિમ્બલ્ડનના મેઈન ડ્રોમાં પહોંચ્યો હતો.

LEAVE A REPLY