યાત્રાધામ કેદારનાથના કપાટ રવિવારે શિયાળા માટે વૈદિક ધાર્મિક વિધિઓ સાથે બંધ કરવામાં આવ્યા હતાં. દરવાજા બંધ કરતાં પહેલા ભગવાન શિવની મૂર્તિને પાલખીમાં મંદિરની બહાર લાવવામાં આવી હતી અને ઓમકારેશ્વર મંદિરમાં જઈ જવામાં આવી હતી. જ્યાં શિયાળા દરમિયાન તેમની પૂજા કરવામાં આવશે.
આ પ્રસંગે 18,000થી વધુ યાત્રાળુઓ મંદિરમાં ઉમટી પડ્યા હતા. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)ના મીડિયા પ્રભારી હરીશ ગૌરે જણાવ્યું હતું કે, મંદિરના દરવાજા બંધ કરતાં પહેલાં એક સવારે 4 વાગ્યે વિધિ ચાલુ થઈ હતી.
BKTCના ચેરમેન અજેન્દ્ર અજયે જણાવ્યું હતું કે સમગ્ર યાત્રા સીઝન દરમિયાન 16.5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કેદારનાથની પૂજા કરવા માટે મુલાકાત લીધી હતી.ગઢવાલ હિમાલયમાં 11,000 ફૂટથી વધુની ઊંચાઈ પર સ્થિત કેદારનાથ દેશના વિવિધ ભાગોમાં સ્થિત 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે.