જાણીતી ટીવી સીરિયલ ‘ઈશ્કબાઝ’માં જોવા મળેલી અભિનેત્રી નવીના બોલે તેના સાત વર્ષના લગ્નજીવનનો અંત લાવી રહી છે. તે તેના પતિથી છૂટાછેડા લેવાની છે. ખુદ નવીનાએ આ વાતની પુષ્ટિ કરીને જણાવ્યું છે કે તે અને તેનો પતિ જીત કરનાની ત્રણ મહિના પહેલા અલગ થઇ ગયા હતા અને તેઓ ટૂંક સમયમાં છૂટા થવા માટે કાયદાકીય કાર્યવાહી શરૂ કરશે. આ દંપતીને પાંચ વર્ષની એક પુત્રી કિમાયરા પણ છે.
તે બંનેએ તેનો ઉછેર સાથે કરવાનો નિર્ણય કર્યો છે. જીત તેની પુત્રી સાથે અઠવાડિયાના બે દિવસ વિતાવશે. પોતાના છૂટાછેડા અંગે નવીનાએ વધુમાં જણાવ્યું હતું કે, અમે માનીએ છીએ કે સાથે રહીને દુઃખી થવા કરતાં અલગ થવું અને સુખી જીવન જીવવું વધુ સારું છે. અમે પરસ્પર સહમતીથી અલગ થવાનો નિર્ણય લીધો હતો. લગ્નના થોડા સમય પછી બંને વચ્ચે અંતર વધતું ગયું હતું. બંનેનો એકબીજા સાથે જીવવાનો સુંદર સમય પણ ઓછો થતો ગયો હતો. બંનેએ એકબીજા સાથે વાતચીત કરવાનું પણ ખૂબ જ ઓછું કર્યું હતું.
અમે અમારા લગ્ન જીવનને બચાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ કંઇ જ સમાધાન થઇ શક્યું નહીં અને અંતે અમે અલગ થવાનું નક્કી કર્યું છે. જીત કરનાની ફાઇનાન્શિયલ એકાઉન્ટન્ટ છે. તેમના લગ્ન 2017માં થયા હતા. 2019માં તેમણે તેમને ત્યાં કિમાયરાનો જન્મ થયો હતો. નવીનાએ ‘મિલે જબ હમ તુમ’, ‘ઇશ્કબાઝ’, ‘પરશુરામ’, ‘સાજન રે જૂઠ મત બોલો’ અને ‘ના બોલે તુમ ના મૈને કુછ કહા’ , ‘સીઆઈડી’, ‘અદાલત’ અને ‘જીની ઔર જુજુ’ જેવા જાણીતા ટીવી શોમાં જોવા મળી છે. આ સિવાય તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં પણ જોવા મળી છે. જોકે, ઘણા સમયથી અભિનય કરતી નથી.