REUTERS/Rebecca Cook

અમેરિકાની 77 વર્ષ જૂની ટિફિન બોક્સ ઉત્પાદક કંપની ટપરવેરે ડેલવેરમાં નાદારીની સુરક્ષા માટેની અરજી કરી હતી. એક સમયે ખૂબ જ લોકપ્રિય બનેલા રંગબેરંગી ફૂડ સ્ટોરેજ કન્ટેનર માટે હવે માગ રહી નથી. તેનાથી કંપનીના નુકસાનમાં ઘટાડો થઈ રહ્યો છે. કંપની પર 812 મિલિયન ડોલરનું દેવું છે.

ટપરવેર કંપની કિચનવેર સેગમેન્ટમાં એક મોટું નામ ગણાય છે. આ કંપનીના લંચ બોક્સ, પાણીની બોટલો અને અન્ય પ્રોડક્ટસનો મોટાપાયે ઉપયોગ થતો હોય છે.

કંપનીની સંપત્તિ 500 મિલિયન ડૉલરથી 1 બિલિયન ડૉલર જેટલી છે. કંપનીના ચેરમેન અને સીઈઓ લોરી એન ગોલ્ડમેને જણાવ્યું હતું કે છેલ્લા ઘણા વર્ષોમાં પડકારરૂપ મેક્રો ઈકોનોમિક સમસ્યાઓના કારણે કંપનીની નાણાકીય સ્થિતિ પર ગંભીર અસર થઈ હતી. ખાસ કરીને કોવિડ મહામારી દરમિયાન અમારી કંપનીની હાલત ખરાબ થઈ ગઈ, જેમાંથી અમે હજી સુધી બહાર આવી શક્યા નથી. કોરોનાકાળ બાદ કંપનીના ઉત્પાદનોના વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો હતો. કેમ કે મોટાભાગના લોકો ઘરમાં જ ખોરાક રાંધવા લાગ્યા અને બચેલા ખોરાકને સંગ્રહ કરવા એરટાઈટ બોક્સનો ઉપયોગ કરવા લાગ્યા. આ કારણે અમારી કંપનીની ખોટ વધી ગઇ હતી.

કંપનીની શરૂઆત વર્ષ 1946માં થઈ હતી.કેમિસ્ટ એસ ટપરે જોયું કે ખાદ્ય વસ્તુઓનું યોગ્ય રીતે સંગ્રહ ન થવાને કારણે તે બગડી જાય છે ત્યારે આવી સ્થિતિમાં, તેમણે લોકોના પૈસા બચાવવા અને ખાવાની સમસ્યા ઘટાડવા માટે ટિફિન બોક્સ બનાવવાનું વિચાર્યું અને થોડાક જ સમયમાં એક મોટી કંપની સ્થાપી હતી.

LEAVE A REPLY