અમેરિકાની ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્ટ ભારતમાં તેનો પ્રથમ શોરૂમ મુંબઈમાં ખોલશે. કંપની તેના શોરૂમ માટે લીઝ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા હતા. કંપની ભારતમાં આયાતી કારનું વેચાણ કરશે. અહીં ઉલ્લેખનીય છે કે કંપનીએ ગયા વર્ષે આવી યોજના પડતી મુકી હતી.
લીઝ ડીલ મુજબ કે કંપનીએ 16 ફેબ્રુઆરી, 2025થી પાંચ વર્ષના લીઝ પર હસ્તાક્ષર કર્યા છે, અને પ્રથમ વર્ષ માટે 4,003 ચોરસ ફૂટ માટે લગભગ $446,000 ભાડું ચૂકવશે, ભાડું દર વર્ષે 5% વધશે, અને પાંચ વર્ષમાં કુલ ખર્ચ $2.5 મિલિયનથી વધુ થશે.આ શોરૂમ મુંબઈના એરપોર્ટની નજીક સ્થિત હશે, એમ અખબારોમાં જણાવાયું છે.
ટેસ્લાના વડા ઇલોન મસ્ક તાજેતરમાં યુ.એસ.માં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ પછી એવા અહેવાલ આવ્યા હતા કે ટેસ્લાએ નવી દિલ્હી અને મુંબઈમાં બે શોરૂમ માટે સ્થાનો પસંદ કર્યા છે.
મુકેશ અંબાણીની રિલાયન્સ દ્વારા સંચાલિત જિયો વર્લ્ડ ડ્રાઇવના નજીકના મોલમાં એપલ રિટેલ આઉટલેટની નજીક ટેસ્લા શોરૂમનું બુકિંગ કરવામાં આવ્યું છે.
