REUTERS/Elijah Nouvelage/File Photo

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઇલોન મસ્કના સંબંધોના વિવાદ વચ્ચે યુરોપમાં ટેસ્લાના વેચાણમાં ચાલુ વર્ષે અત્યાર સુધી 42.6 ટકાનો જંગી ઘટાડો થયો છે. કાર માર્કેટમાં તેના બજારહિસ્સામાં ફેબ્રુઆરીમાં સતત બીજા મહિને ઘટાડો ચાલુ રહ્યો હતો.

યુરોપિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (ACEA)એ મંગળવારના ડેટામાં જણાવાયું હતું કે યુરોપમાં ચાલુ વર્ષે અત્યાર સુધી ઇલોન મસ્કના બેટરી-ઇલેક્ટ્રિક વ્હિકલ (BEV)નું વેચાણ 42.6 ટકા ગબડ્યું હતું. ફેબ્રુઆરીમાં કુલ માર્કેટમાં ટેસ્લાનો હિસ્સો 1.8 ટકા અને બીઇવી માર્કેટમાં 10.3 ટકા રહ્યો હતો, જે ગયા વર્ષે અનુક્રમે 2.8 ટકા અને 21.6 ટકા હતો. યુરોપિયન યુનિયન, બ્રિટન અને યુરોપિયન ફ્રી ટ્રેડ એસોસિએશન દેશોમાં કંપનીએ ફેબ્રુઆરીમાં આશરે 17,000 કારનું વેચાણ કર્યું હતું, જે 2024ના સમાન મહિનામાં 28,000 કાર હતું.

મોડેલ Y મધ્યમ કદની SUVના લોન્ચ પહેલા ટેસ્લા યુરોપમાં અનેક પડકારોનો સામનો કરી રહી છે. ટેસ્લાના મોડલ જૂના થયા છે અને નવી મોડલની સંખ્યા મર્યાદિત છે. બીજી તરફ ચીન સહિતની ઓટો કંપનીએ નવા અને સસ્તા ઇલેક્ટ્રિક મોડલ લોન્ચ કરી રહી છે.

કંપનીના સીઈઓ મસ્કે યુરોપમાં કટ્ટર જમણેરી પક્ષોના સમર્થન આપીને વિવાદ ઊભો કર્યો હતો, જેનાથી ટેસ્લાની મુશ્કેલીમાં વધારો થયો છે. ફેબ્રુઆરીમાં યુરોપમાં નવી કારોના રજિસ્ટ્રેશનમાં 3.4 ટકા ઘટાડો થયો હતો, પરંતુ બેટરી-ઇલેક્ટ્રિક વ્હિકલના વેચાણમાં 23.7 ટકાનો ઉછાળો આવ્યો હતો.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments