પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અણુ પ્રોગ્રામના મુદ્દે અમેરિકા સાથે સીધી વાટાઘાટો કરવાનો ઇરાને ઇનકાર કર્યા પછી બંને દેશોના સંબોધોમાં તંગદિલી આવી હતી. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર બોમ્બમારોની ધમકી આપી હતી. ટ્રમ્પની આ ધમકીના થોડા કલાકોમાં ઇરાનની આર્મીએ વિશ્વભરમાં અમેરિકાના સ્થળો પર હુમલો કરી શકાય તેવી મિસાઇલ તૈયાર હોવાનું જણાવ્યું હતું.

રવિવારે ટ્રમ્પે યુએસ નેટવર્ક NBC ન્યૂઝના એક પત્રકારને જણાવ્યું હતું કે જો ઈરાન અમેરિકાની માંગણીઓનું પાલન કરવાનો ઇનકાર કરશે તો તેને અભૂતપૂર્વ બોમ્બમારોનો સામનો કરવો પડશે.”જો તેઓ કોઈ સોદો નહીં કરે, તો બોમ્બમારો થશે. તે એવા બોમ્બમારા કરશે જે તેમણે પહેલાં ક્યારેય જોયા નથી.”

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પત્રના જવાબમાં ઇરાનને તેના ઝડપથી વિકસી રહેલા અણુ પ્રોગ્રામ અંગે અમેરિકા સાથે સીધી વાટાઘાટો કરવાનો ઇનકાર કર્યો હતો. ટ્રમ્પે 12 માર્ચે ઇરાનના સર્વોચ્ચ નેતાને પત્ર લખીને મંત્રણાની દરખાસ્ત કરી હતી. આ પત્રનો જવાબ આપતા ઇરાનને આ દરખાસ્તને ફગાવી દીધી છે. ઇરાનના આ વલણથી પરમાણુ કાર્યક્રમના મુદ્દે બંને દેશો વચ્ચેના સંબંધો વધુ ખરાબ બની શકે છે.

ઇરાનના પ્રેસિડન્ટ મસૂદ પેઝેશ્કિયાને જણાવ્યું હતું કે ઓમાનના સલ્તનત દ્વારા આપવામાં આવેલા ઈરાનના પ્રતિભાવથી વોશિંગ્ટન સાથે પરોક્ષ વાટાઘાટોનો માર્ગ ખુલ્લો રાખ્યો હતો,2018માં વિશ્વના શક્તિશાળી દેશો સાથે ઇરાનની અણુ સમજૂતીમાંથી અમેરિકાને દૂર કરવાના ટ્રમ્પના પ્રથમ ટર્મના એકપક્ષીય નિર્ણયને કારણે આવી મંત્રણામાં કોઇ પ્રગતિ થઈ નથી.

કેબિનેટ બેઠકમાં પેઝેશ્કિયાને જણાવ્યું હતું કે અમે વાતચીત ટાળતા નથી, પરંતુ વચનોનો ભંગ જ અત્યાર સુધી અમારા માટે સમસ્યાઓનું કારણ બન્યો છે. તેઓએ સાબિત કરવું પડશે કે તેઓ વિશ્વાસનું ઘડતરી કરી શકે છે.ઇરાનના પ્રેસિડન્ટની આ ટીપ્પણી પછી અમેરિકાની કોઇ પ્રતિક્રિયા આવી ન હતી.

ટ્રમ્પના પત્ર પછી ઇરાનને તેના વલણને વધુ આકરું બનાવ્યું હતું. ફેબ્રુઆરીમાં ઇરાનના 85 વર્ષીય સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનીએ ટ્રમ્પની આકરી ટીકા કરી હતી અને જણાવ્યું હતું કે ટ્રમ્પના વહીવટીતંત્ર સાથે મંત્રણા સન્માનીય નથી. આ પછી ઇરાનના પ્રેસિડન્ટ પણ અમેરિકા અંગે તેમના વલણને આકરું બનાવ્યું હતું.

ટ્રમ્પનો પત્ર ઇરાનને 12 માર્ચે મળ્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે પત્ર લખ્યો હોવાની જાહેરાત કરી હતી, પરંતુ ઇરાનના સુપ્રીમ નેતાને શું દરખાસ્ત કરી હતી તેની વધુ વિગતો આપી ન હતી. આ ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે મેં તેમને એક પત્ર લખ્યો છે, જેમાં લખ્યું છે કે, મને આશા છે કે તમે વાટાઘાટો કરશો કારણ કે જો આપણે લશ્કરી રીતે આગળ વધવું પડશે, તો તે એક ભયંકર બાબત હશે

LEAVE A REPLY